ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Fire Tragedy: 32 મૃતકોના કરાશે DNA ટેસ્ટ, PM રૂમમાં ખૂટી જગ્યા,

Rajko : રાજકોટ(Rajko)માં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટ(Rajko)ના ગેમઝોન (GameZone)માં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ (MokajiCircle)...
06:18 PM May 25, 2024 IST | Hiren Dave

Rajko : રાજકોટ(Rajko)માં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટ(Rajko)ના ગેમઝોન (GameZone)માં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ (MokajiCircle) પાસે ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગ (FireBrigade)ની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે . ત્યારે હવે આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 32  લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે.

 

સ્વજનોના સેમ્પલિંગ લેવાયા

માતા-પિતા  અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે.  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું

 

રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી

રાજકોટમાં અગ્નિકાંડને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી.  આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પોલીસે 4 લોકોની અટકાયત કરી

 રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

 

 

CM ભૂપેન્દ્ર ભાઈ  પટેલે મૃતકોના પરિવાને 4 લાખની  જાહેરાત  કરી

રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય

 

રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ મુદ્દે PM મોદીએ કર્યું ટ્વીટ

 

TRP ગેમઝોન આગ ઘટનાને લઇ PM મોદીએ X પોસ્ટ કરીને  દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

 

ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં 4  બાળકોના  મૃતદેહ  બહારકાઢવામાં આવ્યા છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે.

 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સવેંદના વ્યક્ત કરી

રાજકોટનાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની અત્યંત દુખદ દુર્ઘટનામાં સર્વ ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને ટીમ બનાવી હોસ્પિટલ અને દુર્ઘટના સ્થળે રાહત કાર્યમાં જોડાઇ જે પણ મદદ થઇ શકે એ મદદ કરવા અપીલ કરું છું.

 

15  થી 20  લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા

તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 15 થી 20 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો,15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ, ફાયર વિભાગ દ્વારા TRP ગેમઝોન ખાતે ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહિ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો આગ એટલી ભીષણ હતી કે TRP ગેમઝોન આખું બળીને ખાખ થઈ ગયું છે. એટલું જ નહિ આગને કારણે આખું સ્ટ્રક્ચર પડી ગયું છે.

આગમાં 2 બાળકોના મોત

તો આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. આમ તો આગને કારણે 2 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે જોકે, રાજકોટ કોર્પોરેશન દ્વારા હજુ મોતની પૃષ્ટિ કરવામાં આવી નથી. તો, ગેમઝોનની આગમાં જે લોકો ફસાયા છે તે લોકોના પરિજનો ગેમઝોનની બહાર આક્રંદ કરતાં જોવા મળ્યા. ઘટનાસ્થળે ડોક્ટરની ટીમો પણ પહોંચી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર, ધારાસભ્ય રમેશ ટિલાળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સળગતા સવાલ

ગેમઝોન પાસે ફાયર NOC હતી કે નહીં ?

હાલ તો, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જોકે, પતરાનો શેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમને મુશ્કેલી પડી રહી છે. તો, ગેમઝોન પાસે ફાયર NOC હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે. ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? તો હાલ એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગેમઝોનમાં કોઈ મોત થાય છે તો તેના માટે જવાબદાર કોણ?

 

રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું

 

રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. રાજ્યના સીએમે તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી માટે સૂચના આપી છે. મનપા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેની પણ સૂચના અપાઈ છે.

 

 

 

આ પણ  વાંચો - VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારની યશકલગીમાં મોરપીંછ ઉમેરાયું

આ પણ  વાંચો - VADODARA : સમોસાની ફેક્ટરીમાં રૂંધાતુ બાળપણ મુક્ત કરાવાયું

આ પણ  વાંચો - Gandhinagar : નર્મદા કેનાલ બની મોતની કેનાલ, 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ

Tags :
breaking newsExclusivefirefire broke outFire Broke Out Rajkot News RAJKOT Game ZoneFireAccidentFireBrigadeGame Zone TragedyGameZoneGujaratGujaratFirstlocal newsMokajiCirclepm modiRAJKOTRajkot Game ZoneRajkot Game Zone TragedyRAJKOT Game Zone TRPGameZoneRajkot Latest NewsRajkot Newsrajkot TragedyRajkotFireYuvrajsinhSolanki
Next Article