ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : જાહેરમાં 3 યુવકોએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, Video પણ બનાવ્યો

રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણા તાલુકામાં 3 યુવકોએ જાહેરમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ અને રાજકીય લોકોના ત્રાસના કારણે ફિનાઇલ (Phenyl) પી આત્મહત્યા કરતા હોવાનો યુવકોએ આરોપ લગાવ્યો છે. ખોટા ગુનામાં ફસાવી ત્રાસ આપતા હોવાનું યુવકોએ જણાવ્યું હતું. ફિનાઇલ...
12:22 PM Jul 02, 2024 IST | Vipul Sen

રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણા તાલુકામાં 3 યુવકોએ જાહેરમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ અને રાજકીય લોકોના ત્રાસના કારણે ફિનાઇલ (Phenyl) પી આત્મહત્યા કરતા હોવાનો યુવકોએ આરોપ લગાવ્યો છે. ખોટા ગુનામાં ફસાવી ત્રાસ આપતા હોવાનું યુવકોએ જણાવ્યું હતું. ફિનાઇલ પીતા પહેલા યુવકોએ વીડિયો પણ બનાવ્યો હતો. હાલ ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જાહેરમાં 3 યુવકોનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

રાજકોટના (Rajkot) જામકંડોરણામાં (Jamkandorana) જાહેર માર્ગ પર 3 યુવકો દ્વારા ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપઘાત કરતા પહેલા યુવકોએ એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં પોલીસ અને રાજકીય ત્રાસના કારણે આપઘાત કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયોમાં યુવકે જણાવ્યું કે, પોલીસ અને રાજકીય ત્રાસના કારણે અમે ફિનાઇલ પી આપઘાત કરી રહ્યા છીએ. યુવકે પોલીસ વિરુદ્ધ આરોપ લગાવતા કહ્યું કે, અમને લૂંટના ખોટા ગુનામાં ફીટ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે.

આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો બનાવ્યો.

આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો બનાવ્યો

યુવકો દ્વારા ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનો વીડિયો વાઇરલ થતા અનુસૂચિત જાતિના કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્રણેય યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જો કે, આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ પીડિત યુવકોને ન્યાય અપાવવાની માગ ઊઠી છે.

 

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : આરોપીને સાથે રાખી તપાસ, ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

આ પણ વાંચો - Rahul Gandhi ની ‘હિંદુ’ અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં! મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો-પથ્થરમારો

આ પણ વાંચો - Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી

 

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
3 man drink PhenylGujarat FirstGujarati NewsJamkandoranaPhenylpolice and politicsRAJKOTScheduled Caste peoplesuicideviral video
Next Article