Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા બેઠક, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Rain in Gujarat : સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ માઝા મૂકી છે. વિવિધ જિલ્લાઓ ભારેથી અતિભારે વરસાદ થયો છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, આ બેઠકમાં વરસાદની સ્થિતિ અને...
rain in gujarat   રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા બેઠક  જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Rain in Gujarat : સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ માઝા મૂકી છે. વિવિધ જિલ્લાઓ ભારેથી અતિભારે વરસાદ થયો છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, આ બેઠકમાં વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની (Meteorological Department) આગાહીની સમીક્ષા કરવામાં આવશે.

Advertisement

આજે રાજ્યમાં સારા વરસાદની સંભાવના

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા અમુક દિવસથી મન મૂકીને વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 9 જુલાઈએ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. 9-10 જુલાઈએ મધ્ય ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર (Saurashtra), દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે રાહત કમિશનરની (Relief Commissioner) અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

વરસાદની સ્થિતિ પર સમીક્ષા બેઠક

માહિતી મુજબ, આ સમીક્ષા બેઠકમાં વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી પર ચર્ચા થશે અને અત્યાર સુધી થયેલા માનવ અને પશુ મૃત્યુની વિગતો પર સમીક્ષા થશે. મહેસૂલ, માર્ગ-મકાન તથા હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે. ઉપરાંત, કેન્દ્રીય એજન્સીનાં કેટલાક અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે કચ્છ (Kutch), મોરબી, સુરેન્દ્રનગર, જાનગર, રાજકોટ (Rajkot), અમરેલી સહિત સૌરાષ્ટના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની સંભાવના (Rain in Gujarat) છે. જ્યારે 10 થી 14 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો - KUTCH : રૂ.12 કરોડના ખર્ચે ખારી નદીનો વિકાસ કરાશે, વાંચો વિગતવાર

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.