કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠક, 7 જિલ્લાના અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) નજીક છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણીપંચની 7 જિલ્લાના અધિકારીઓ સાથે નાયબ ચૂંટણી કમિશનર રૂદયેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ચૂંટણીપંચની ટીમ 4 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને તાબડતોબ બેઠકો થઈ રહી છે. પંચ દ્વારા બેઠકમાં ચૂંટણીલક્ષી તાગ મેળવવામાં આવ્યા હતાં અને અધિકારીઓને ચૂંટણીલક્ષી મ
Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) નજીક છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણીપંચની 7 જિલ્લાના અધિકારીઓ સાથે નાયબ ચૂંટણી કમિશનર રૂદયેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ચૂંટણીપંચની ટીમ 4 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને તાબડતોબ બેઠકો થઈ રહી છે. પંચ દ્વારા બેઠકમાં ચૂંટણીલક્ષી તાગ મેળવવામાં આવ્યા હતાં અને અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતેની આજની બેઠકમાં પ્રિન્સીપાલ સેકેટરી એસ.બી.જોષી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી પણ જોડાયા હતા. તેમજ સાત જિલ્લાની ચૂંટણીલક્ષી સમીક્ષા (Elections Review Meeting) કરવામાં આવી હતી. તેથી 7 જિલ્લાના ક્લેકટરો અને પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ હિમાચલપ્રદેશની (Himachalpradesh) વિધાનસભાની ચૂંટણીના તારીખો જાહેર થઈ છે અને હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ નજીકના ભવિષ્યમાં જાહેર થશે તેવી શક્યતા છે.
Advertisement