Rain in Gujarat : 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી
Rain in Gujarat : રાજ્યમાં અત્યાર સુધી વરસાદ અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના માત્ર 77 તાલુકામાં જ વરસાદ પડ્યો છે. નવસારી (Navsari) જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાંસદા અને ગણદેવીમાં સાડા 6 ઇંચ વરસાદ જ્યારે વલસાડમાં (Valsad) પણ 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબખ્યો છે. બીજી તરફ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં લોકો હાલ પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વાંસદા અને ગણદેવીમાં (Gandevi) સાડા 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ખેરગામમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડની વાત કરીએ તો 24 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો છે. કપરાડા (Kaparada), ઉમરગામમાં 4-4 ઇંચ જ્યારે ચીખલી અને પારડીમાં પણ 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપી (Vapi) અને ધરમપુરમાં સાડા 3 ઇંચ વરસાદ જ્યારે અન્ય તાલુકાઓમાં અડધાથી સાડા 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #gujarat DAY5-7 pic.twitter.com/BAokJU3VBo
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 9, 2024
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 14 જુલાઈના રોજ કચ્છ (Kutch), મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર (Bhavnagar) રહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. 15 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ (Rain in Gujarat) પડી શકે છે. જ્યારે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો - Rain in Gujarat : 4 કલાકમાં 47, 2 કલાકમાં 35 તાલુકામાં મેઘમહેર, સિઝનનો માત્ર 26 ટકા જ વરસાદ
આ પણ વાંચો - TAPI : ઉકાઈ ડેમ ખાતે તાપી મૈયાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
આ પણ વાંચો - Dahegam: એક રાતમાં થયેલી 22 લાખ રોકડની ચોરીની ઘટના બની ‘ટોક ઓફ ધ ટાઉન’