Rain in Gujarat : 24 કલાકમાં 178 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના (Banaskantha) લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતમાં (Surat) કોઝવેની સપાટી 6.74 મીટર પર પહોંચી છે. બનાસકાંઠા અને સુરતમાં હવામાન વિભાગે (Meteorological Department) ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 178 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ (Rain in Gujarat) નોંધાયો છે. બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મહેસાણા (Mehsana) અને બહુચરાજીમાં 4 ઇંચ, નવસારીના ચીખલીમાં 4 ઇંચ, દાંતીવાડામાં 4 ઇંચ, વાવ, સુઈગામમાં સાડા 3 ઇંચ, અરવલ્લીના મોડાસા અને ડાંગના વધઈમાં 3 ઇંચ જ્યારે રાજ્યના અન્ય તાલુકાઓમાં અડધાથી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. મહીસાગરના (Mahisagar) બાલાસિનોરમાં છેલ્લા 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા અને સુરતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે બનાસકાંઠા અને સુરતમાં (Surat) ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરતની વાત કરીએ તો રાંદેર સ્થિત વિયર કમ કોઝવેના કેચમેન્ટ એરિયામાં વરસાદ યથાવત રહેતા કોઝવેની સપાટી 6.74 મીટર પર પહોંચી છે, જેથી કોઝવેનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તાપી નદીમાં નવા નીરની આવક યથાવત છે. સુરત જિલ્લાનાં બારડોલીમાં 5 ઇંચ, પલસાણામાં 4.5 ઇંચ, મહુવામાં 3 ઇંચ, ઓલપાડમાં 1.7 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી ઉકાઇ ડેમની (Ukai Dam) સપાટી 306.19 ફૂટ નોંધાઇ છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં 140 થી વધુ વૃક્ષ ધરશાયી થયા છે. અરવલ્લી (Aravalli) જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા (Modasa) સહીત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
આ પણ વાંચો - Godhra શહેરમાં ખાડાનું સામ્રાજ્ય, રાહદારીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી
આ પણ વાંચો - Heavy Rain : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભયાનક…..
આ પણ વાંચો - Bharuch: જાહેર માર્ગો પરથી પસાર થયું પાણી, ખુલ્લી ગટરો સ્થાનિકો માટે જોખમરૂપ