Rain in Gujarat : ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત, આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે બેટિંગ
Rain in Gujarat : રાજ્યમાં આ વખતે ગરમીએ કહેર વર્તાવ્યો છે. આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વખતે રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી જતા હિટવેવની (heatwave) સ્થિતિ સર્જાઈ હતી. જો કે, છેલ્લા બે દિવસથી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. ત્યારે હવે હવામાન વિભાગે ચોમાસાને (Monsoon) લઈ મહત્ત્વની આગાહી કરી છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સંતરામપુરમાં સૌથી વધુ પોણા 2 ઈંચ અને મોરવા હડફ, કલોલ (Kalol), કડાણામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સંજેલી, કડી, ગાંધીનગરમાં (Gandhinagar) અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સમય કરતા 4 દિવસ પહેલા વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી (Navsari), વલસાડથી મેઘરાજાનું આગમન થયું છું. આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 12 થી 17 જૂન સુધી રાજ્યમાં નીચે દર્શાવેલ જિલ્લાઓમાં વરસાદ (Rain in Gujarat) ખાબકવાની સંભાવના છે.
12 જૂન : પંચમહાલ ,દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
13 જૂન : સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
14 જૂન : સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
15 જૂન : સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
16 જૂન : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
17 જૂન : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું આગમન, વલસાડ સહિત સંઘ પ્રદેશમાં વરસાદની આગાહી
આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 72 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો - Rainfall: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર ઠેર શરૂ થયો વરસાદ