ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain : સુરત-વલસાડમાં વહેલી સવારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત (Surat) અને વલસાડમાં (Valsad) આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ (cloudy weather) રહેતા ઠંડક પ્રસરી છે. જ્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ (Rain) પણ પડ્યો હતો. જ્યારે સુરત...
12:22 PM Jun 05, 2024 IST | Vipul Sen

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત (Surat) અને વલસાડમાં (Valsad) આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ (cloudy weather) રહેતા ઠંડક પ્રસરી છે. જ્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ (Rain) પણ પડ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડમાં વરસાદ થતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

બારડોલીમાં ધોધમાર વરસાદ

રાજ્યના સુરત (Surat) અને વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને વરસાદ થતા ઠંડક પ્રસરી હતી. કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી. માહિતી મુજબ, સુરતના બારડોલી (Bardoli) જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત 15 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં વાતાવરણ ઠંડુ બન્યું હતું, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી લોકો પરેશાન હતા.

વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

બીજી તરફ વલસાડ (Valsad) જિલ્લામાં પણ વહેલી સવારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય્ય ઉકળાટ બાદ વરસાદ (Rain) પડતા લોકોને રાહત મળી હતી. જો કે, બીજી તરફ વરસાદ થતાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી હતી. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

 

આ પણ વાંચો - AHMEDABAD : પાક. થી હુમલો કરવાનું કાવતરું! આ રીતે અમદાવાદમાં હથિયાર મોકલાયા

આ પણ વાંચો - Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

Tags :
BardoliCloudy weatherFarmersGujarat FirstGujarati NewsMango CropRainSuratValsadweather forecastweather report
Next Article