Pran Pratishtha: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishtha) સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત બાદ હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના કારણે આ નિર્ણય લેવાયો છે. શાળા કોલેજોમાં પણ બપોર બાદ રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત સરકારનો પરિપત્ર
રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
નોંધનીય છે કે, રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના હવાલાથી કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ ઓફિસો 22 જાન્યુઆરીએ અડધો દિવસ બંધ લેશે. આ નિર્ણય અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રામ મંદિરને લઈને પ્રજાના ઉત્સાહને જોવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારનો પરિપત્ર
કેન્દ્ર સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ કેન્દ્ર સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
આ પણ વાંચો - Ayodhya : Railway એ રામ ભક્તોને આપી મોટી ભેટ, મુસાફરો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે…