Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Poonam Madam : ફોર્મ ભરતા પૂર્વે પૂનમ માડમ થયાં ભાવુક, માતાનાં આશીર્વાદ લીધા, પછી કહી આ વાત!

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha elections) આજથી શરૂઆત થઈ ચૂકી છે. આજે લોકસભા ચૂંટણી 2024 નો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે, ગુજરાતમાં પણ 26...
poonam madam   ફોર્મ ભરતા પૂર્વે પૂનમ માડમ થયાં ભાવુક  માતાનાં આશીર્વાદ લીધા  પછી કહી આ વાત

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha elections) આજથી શરૂઆત થઈ ચૂકી છે. આજે લોકસભા ચૂંટણી 2024 નો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે, ગુજરાતમાં પણ 26 લોકસભા બેઠકો માટે 7 મે ના રોજ મતદાન થવાનું છે. મતદાન પૂર્વે 16 મી તારીખથી ચૂંટણી ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા છે. ત્યારે આજે જામનગર (Jamnagar) ભાજપ (BJP) સાંસદ પૂનમ માડમે (Poonam Madam) ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા પૂનમ માડમ માતાને ભેટી ભાવુક થયા હતા. માતાએ પણ ભીની આંખે આશીર્વાદ આપ્યા હતા.

Advertisement

ફોર્મ ભરતા પૂર્વે માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા.

માતાનાં ચરણ સ્પર્શ કરી ઘરેથી નીકળ્યાં

આજે જામનગર (Jamnagar) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. પૂનમબેન માડમે ઉમેદવારી ફોર્મ (nomination form) ભરતા પહેલા માતાના આશીર્વાદ લીધા હતા. માતાનાં ચરણ સ્પર્શ કરી પૂનમ માડમ ઘરેથી નીકળ્યા હતા. ત્યારે માતાએ પણ ભીની આંખે આશીર્વાદ આપ્યા હતા. પોતાના નિવાસ્થાનેથી માતાના આશીર્વાદ લીધા બાદ પૂનમબેન માડમ (Poonam Madam) મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને પછી ફોર્મ ભર્યું હતું. ત્યારે તેમની સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel), ભાજપ પ્રદેશ પૂર્વ અધ્યક્ષ આર.સી. ફળદુ (R.C. Faldu), વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા (Jagdishbhai Makwana), ધારાસભ્ય રિવાબા જાડેજા (Rivaba Jadeja), ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તેમ જ શહેર ભાજપ (BJP) અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement

રાઘવજી પટેલ, રિવાબા જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા.

પૂનમ માડમે કહી આ વાત

તેમ જ દરેકે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જંગી બહુમતી સાથે ભાજપના ઉમેદવારની જીત થશે. દરમિયાન પૂનમ માડમે (Poonam Madam) કહ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના મતદારોનો અપાર પ્રેમ સાંપડ્યો છે. હું છેલ્લા એક મહિનાથી પ્રચારમાં છું અને તમામ જગ્યાએથી જનસમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારના (Modi government) કાર્યકાળ દરમિયાન સ્વાસ્થ્ય, લોક સુખાકારી, એર કનેક્ટિવિટી અને કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે.

Advertisement

આ પણ વાંચો - C R PATIL: માતાના ચરણ સ્પર્શ કરી સી આર પાટીલ ઉમેદવારી નોંધાવા નવસારી રવાના

આ પણ વાંચો - Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

આ પણ વાંચો - Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’

Tags :
Advertisement

.