Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Narendra Modi : PM મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું, આ માર્ગ રહેશે બંધ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે પીએમ મોદીના આગમનને તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી શહેરજનોને...
pm narendra modi   pm મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું  આ માર્ગ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે પીએમ મોદીના આગમનને તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી શહેરજનોને માહિતી આપી છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવવાના છે. 22મીએ પીએમ મોદી અમદાવાદ (Ahmedabad) આવવાના હોવાથી શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) જવાનો રસ્તો બંધ રહેશે. જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન, પીએમ મોદી નવસારી (Navsari) ખાતે મિત્રા એપરેલ પાર્કનું (Mitra Apparel Park) ખાતમુહૂર્ત કરશે. કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મનપાને વિકાસની ભેટ આપશે.

કરોડોના પ્રોજેક્ટસનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી રૂ. 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ કરશે. સાથે જ રૂ. 2112 કરોડના 35 કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી નવસારી બાદ કાકરાપાર (Kakrapar) જઈ શકે છે. કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. PM દક્ષિણ ગુજરાતમાં નવસારી અને તાપી જિલ્લાની મુલાકાત લઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - વાણીવિલાસનું બીજું નામ એટલે Giga Bhammar! ચારણ, આહીર બાદ દલિત સમાજને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video

Advertisement

Tags :
Advertisement

.