PM MODI : આણંદમાં PM નો હુંકાર, કહ્યું - દેશમાં પાકિસ્તાનની આતંકનું ટાયર પંચર થઈ ગયું..
PM MODI : વડાપ્રધાન મોદીએ (PM MODI)આજે આણંદમાં (Anand) ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી (LOK SABHA ELECTION) લડ્યો પણ અને લડાવી પણ છે. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ છે. આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા રેકોર્ડ તોડશે. સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે મને કામ લાગે છે. PM મોદીએ કહ્યું કે, એક ચા વાળાએ દેશની ઇકોનોમીને 5માં નંબરે લાવી દીધી.
સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ : PM મોદી
વડાપ્રધાને કહ્યુ સરદાર પટેલ જલ્દી જતા રહ્યા, જેના કારણે દેશને ખૂબ નુકસાન થયુ. હવે સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ. પહેલા કાશ્મીરમાં હિંદુસ્તાનનું સંવિધાન લાગુ થતુ ન હતુ. આ સરદાર પટેલની ભૂમિ પરથી આવેલા દીકરાએ 370ને જમીનદોસ્ત કરી દીધુ અને સરદાર સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે. મે દુનિયાનું સૌથી મોટુ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યૂ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
Live: આણંદ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીનું વિજય વિશ્વાસ સભાને સંબોધન. સ્થળ: શાસ્ત્રી ગ્રાઉન્ડ, વલ્લભ વિદ્યાનગર, જિ. આણંદ #મોદી_સાથે_ગુજરાત https://t.co/HGndCtOqYN
— BJP Gujarat (@BJP4Gujarat) May 2, 2024
ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી
આણંદમાં વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન જણાવ્યું કે, બાળકોને શાંતિથી બધુ સાંભળવા દો, જોવા દો. ગુજરાતમાં CM તરીકે વર્ષો સુધી તમારી સેવા કરી. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી, લડી પણ ખરી. ગુજરાતમાં મેં સભાઓ પણ કરી, રેલીઓ પણ કરી છે. ગુજરાતમાં 12 વાગ્યા પહેલા સભા કરવી એટલે લોઢાના ચણા જેવુ છે. બધા કહે સાંજે ઠંડક થાય ત્યારે સભા રાખજો. આણંદે આ રેકોર્ડ તોડીને કેસરિયા સાગર લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. 2014માં તમે મને દેશની સેવા કરવા માટે મોકલ્યો હતો. સરદાર સાહેબની આ ભૂમિમાંથી જે શીખ્યો તે કામ લાગે છે. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ વિકસિત હોવો જોઇએ. વિકસિતનો અર્થ શું છે તે આણંદ - ખેડાને ન સમજાવવું પડે. તેમના કુટુંબીજનો દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે.
એ શાસન કાળ હતો આ સેવાકાળ છે | Gujarat First@narendramodi @BJP4Gujarat @BJP4India #gujarat #narendramodi #bjp #LokSabhaElection2024 #pmmodi #gujaratfirst pic.twitter.com/B1ApIrTku7
— Gujarat First (@GujaratFirst) May 2, 2024
મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા
કોંગ્રેસનો કાળ સાશનકાળ હતો, આ સેવાકાળ છે. કોંગ્રેસના સાશનમાં 60 ટકા વસ્તી પાસે શૌચાલય નહોતુ. 10 વર્ષમાં ભાજપ સરકારે 100 ટકા શૌચાલય બનાવ્યા છે. કોંગ્રેસે માત્ર 3 કરોડ ઘરોને જ નળથી જળ આપ્યુ છે. 10 વર્ષમાં આજે 14 કરોડ ઘરો સુધી નળથી જળ પહોંચ્યુ છે. 60 વર્ષ અને 10 વર્ષ.. કેટલો મોટો ફરક છે. 60 વર્ષમાં કોંગ્રેસે બેંકો પર કબ્જો કરી લીધો છે. કોંગ્રેસ 60 વર્ષમાં કરોડો ગરીબોના બેંક ખાતા ન ખોલાવી શકે. મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા.
આપણે આપણા દેશને એવો જ સમૃદ્ધ બનાવવાનો છે
આપણે આપણા દેશને એવો જ સમૃદ્ધ બનાવવાનો છે. એટલા માટે મારી પળેપળ દેશના માટે છે. મેં દેશને ગેરંટી આપી છે 24X7 અને 2047. આ કામ માટે મારે તમારા આશીર્વાદની જરૂર છે. મારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ છે. સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે તો ચાર ચાંદ લાગે. હું ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ લેવા આવ્યો છુ. ગુજરાતમાં મને PM સાહેબ કહે એટલે અતડું લાગે. PM સાહેબ કહે તો જોવું પડે કે કોના વિશે વાત કરે છે. આપણા નરેન્દ્રભાઇ કહે તો કેવું સારું લાગે. ઘરે આવીએ ત્યારે નરેન્દ્રભાઇ કેમ છો પૂછે તો સારું લાગે. વિશ્વના કોઇપણ દેશમાં જાઉં એકાદ ગુજરાતી તો મળે જ.
આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન
આણંદના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ માટે પ્રચાર કરશે. બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. જેમાં સવારે 11 વાગ્યે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તથા બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે.
આ પણ વાંચો - PM Modi : PM મોદી ગુજરાતના આ સ્થળે પર પ્રજાનું ઝીલશે અભિવાદન
આ પણ વાંચો - Sabarkantha થી PM મોદી – પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો
આ પણ વાંચો - PM MODI આજે રાત્રે ગાંધીનગરમાં લેશે ક્લાસ…!