ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Patan Archaic Rituals: પુત્ર પ્રાપ્તિની બાધા પૂરી થતા પ્રાચીન કુવારિકા મંદિરમાં મહિલાઓ ઉમટી

Patan Archaic Rituals: પાટણ નજીક અઘાર ગામ ખાતે આવેલું કુવારિકા માતાજીના પ્રાચીન મંદિરનું ગુજરાત રાજ્યના નાગરિકોમાં ખૂબ જ મહત્વ છે. અહીંયા લોકો પુત્ર પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે. તો આજરોજ કુવારિકા માતાજીના મંદિરમાં બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું...
09:10 PM Apr 07, 2024 IST | Aviraj Bagda
Patan Archaic Rituals

Patan Archaic Rituals: પાટણ નજીક અઘાર ગામ ખાતે આવેલું કુવારિકા માતાજીના પ્રાચીન મંદિરનું ગુજરાત રાજ્યના નાગરિકોમાં ખૂબ જ મહત્વ છે. અહીંયા લોકો પુત્ર પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે. તો આજરોજ કુવારિકા માતાજીના મંદિરમાં બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Patan Archaic Rituals

દર વર્ષની જેમ આ વર્ષે પણ કુવારિકા માતાજીના પ્રાચીન મંદિરમાં લોકમેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ લોકમેળાનું આયોજન લોકોમાં અનેરૂં મહત્વ છે. આ લોકમેળામાં વિવિધ માતાઓ પુત્રના જન્મની બાધા પૂરી કરવા માટે આવતા હોય છે. આ લોકમેળામાં દૂર-દરાજના ગામોમાંથી મહિલાઓ પોતાની બાધા પૂરી કરવા માટે આવતી હોય છે.

મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને મંદિરે પહોંચે

Archaic Rituals

આ લોકમેળામાં બાઘા પૂરી કરવા માટેની પરંપરામાં મહિલાઓ ગામના ચોકથી બે હાથ રૂમાલથી બાંધી, તેમાં શ્રીફળ મૂકીને મંદિરના દ્વાર સુધી પહોંચવામાં આવે છે. તો કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને માતાજીના મંદિર સુધી પહોંચે છે. અંતે મહિલાઓ માતાજીના મઢ પાસે માથુ નમાવીને બાધા પૂરી કરતી હોય છે.

કુંવારિકા માતાજીની વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી

Archaic Rituals

બે દિવસીય ભરાતા આ લોકમેળાના આજે બીજા અને અંતિમ દિવસે કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં દર્શનાર્થે હજારોની મેદની ઉમટી હતી. સાથે પરંપરા મુજબ ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડી કુંવારિકા માતાજીની વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

આ પણ વાંચો: Bharuch RSS Social Program: ભરૂચ સેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઈ

આ પણ વાંચો: BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

આ પણ વાંચો: BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Tags :
AncientArchaic RitualschildDevoteeGujaratGujaratFirstHistoryPatansontempleWISH
Next Article