Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર
Parshottam Rupala Vivad : રાજકોટમાં વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Vivad) ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. જેમાં દિલ્હીથી પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમાં આશાપુરા માતાજીના (Ashapura Mataji Temple) દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ યથાવત છે.
પરશોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા
પરશોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા છે. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો છે. તેમજ દિલ્હીથી રાજકોટ પહોચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરતા જાણો રાજ્યમાં વિરોધથી કોઇ ફરક નથી પડ્યો તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જૂના જમાનાના રાજવીઓ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી.
રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો
રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જેમાં વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજ (kshatriya samaj દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્
આ પણ વાંચો - Gujarat: RSS વડા મોહન ભાગવત આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
આ પણ વાંચો - Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ