Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : ઘોઘંબાના કરાડ ડેમમાં પાણીનું જળસ્તર તળિયે પહોંચ્યું

Panchmahal : ગુજરાતમાં પાણીને લઈને કકળાટ શરૂ થયો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ની ટિમ દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ કરાડ ડેમમાં પાણીની સ્થિતિના રિયાલિટી ચેક કરવા પોહચ્યું હતું. કરાડ ડેમ માંથી ઘોઘંબા અને કાલોલ તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને સિંચાઈ...
panchmahal   ઘોઘંબાના કરાડ ડેમમાં પાણીનું જળસ્તર તળિયે પહોંચ્યું

Panchmahal : ગુજરાતમાં પાણીને લઈને કકળાટ શરૂ થયો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ની ટિમ દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ કરાડ ડેમમાં પાણીની સ્થિતિના રિયાલિટી ચેક કરવા પોહચ્યું હતું. કરાડ ડેમ માંથી ઘોઘંબા અને કાલોલ તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે અને ડેમ ના આજુબાજુના કેટલાક ગામડાઓમાં પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે હાલ કાળઝાળ ગરમી વચ્ચે કરાડ ડેમમાં પાણીનો જલસ્તર ઓછું થઈ જતા હાલ પીવાના પાણી માટેનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે ત્યારે સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

કરાડ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લાના કરાડ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે.હાલ ડેમમાં પીવા માટે 1.78 mcm પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે જેમાંથી હાલ અદેપુર પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ પાણી મેળવવામાં આવી રહ્યું છે.બીજી તરફ ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થતાં જ ડેમના ગેટ સહિત જરૂરી એન્યુઅલ મેન્ટેનન્સ. કરવા માટે હાલ સરવે કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે. કે કરાડ ડેમ માંથી ઘોઘંબા તાલુકાના 11 અને કાલોલ તાલુકાના 14 ગામ મળી કુલ 25 ગામની 6400 હેકટર જમીનમાં શિયાળુ પાક માટે કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે

Advertisement

આ ઉપરાંત ઉનાળામાં પણ પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ હોય તો ઉનાળામાં પણ આપવામાં આવતો હોય છે.કરાડ ડેમની એક તાસીર રહી છે કે દશ વર્ષે જ 100 ટકા પાણી ડેમમાં ભરાયું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.વર્ષ 2007 અને 2019 માં ડેમ છલકાયો હતો.હાલ ડેમનો કેચમેન્ટ વિસ્તારમાં પાણી સુકાઈ જતાં જ સ્થાનિકો પશુઓ ચરાવતા પણ જોવા મળી રહ્યા છે આમ હાલ કેટલીક જગ્યાએ ડેમનું તળિયું જોવા મળી રહ્યું છે.જોકે હાલ પંચમહાલ જિલ્લાના જળાશયોમાં પીવા માટે પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી જીલ્લા વાસીઓને ચિંતાનો વિષય નથી.

Advertisement

હાલ કાળઝાળ ગરમીના કારણે જનજીવન અને પશુપંખીઓની હાલત કફોડી બની છે.સૌ રાહત માટે ઠંડક શોધી રહ્યા છે.બીજી તરફ પાણીમાં રહેતાં જળચર જીવોની પણ હાલત કફોડી હોવાનું ઘોઘંબામાં કરાડ ડેમમાં જોવા મળ્યું હતું.ડેમમાં પાણીની સપાટી ઓછી થતાં જ માછલી,કરચલા કિનારા ઉપર આવી ગયા છે અને મોટી સંખ્યામાં મૃત હાલતમાં જોવા મળી રહ્યા છે.હાલ ગરમી વચ્ચે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતાં આ જળચર જીવો મોત ને ભેટી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ  વાંચો - Palanpur : 4 બાળક રમતા રમતા વીજળીના થાંભલા પાસે પહોંચ્યા, અચાનક લાગ્યો કરંટ, 1નું મોત

આ પણ  વાંચો - Ahmedabad : બે એજન્સીએ 600 વૃક્ષની હત્યા કરી! AMC એ ફટકાર્યો આટલા લાખનો દંડ

આ પણ  વાંચો - Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

Tags :
Advertisement

.