Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદા નદીમાં પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી 23 ફૂટને પાર

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો અને માછીમારો સહિત રહીશોની ચિંતામાં વધારો થયો છે. પાણીની સપાટીમાં વધારો થવા સાથે આગામી દિવસોમાં અમાસની ભરતીના કારણે ભરૂચમાં પૂરની સ્થિતિનું નિર્માણ થàª
નર્મદા નદીમાં પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી 23 ફૂટને પાર
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો અને માછીમારો સહિત રહીશોની ચિંતામાં વધારો થયો છે. પાણીની સપાટીમાં વધારો થવા સાથે આગામી દિવસોમાં અમાસની ભરતીના કારણે ભરૂચમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
ચાલુ સીઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં ડેમ સત્તાધીશો દ્વારા તબક્કાવાર પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા માછીમારોને માછીમારી (Fishing) નહી કરવા માટેના સૂચનો અપાયા છે. સાથે જ નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવું ભય ઊભો થયો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને એલર્ટ કરવા સાથે જરૂર પડે તો સ્થળાંતર કરવાની કવાયત પણ આરંભી હોવાની માહિતી મળી રહી છે.
સતત બીજા તબક્કામાં સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને સોમવારે બપોરે 12 વાગ્યાથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેના પગલે મોડી રાત્રેથી વહેલી સવાર સુધી નર્મદા નદી ભરૂચ (Bharuch) નજીક ગોલ્ડન બ્રિજની (Golden Bridge) સપાટીમાં સતત વધારો નોંધાવી રહ્યો છે. ગઈકાલે સંધ્યાકાળના સમયે ગોલ્ડન બ્રિજની સપાટી 19 ફૂટે વહી રહી હતી જે સપાટી મંગળવારની સવારે 21 ફૂટે પાર થઈ હતી નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી હોવાના કારણે તંત્ર પણ સજ્જ થઈ રહ્યું છે. નર્મદા નદીમાં સતત ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા આગામી દિવસોમાં અમાસમાં દરિયાની મોટી ભરતી આવે તો ભરૂચ નજીકના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી પહોંચી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભરૂચના કાંઠા વિસ્તારના મકાનોમાં પાણી પહોંચે તેવા એંધાણો
નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવવાના કારણે કાંઠા વિસ્તારના લોકોની ફરી એકવાર ચિંતા વધી ગઈ છે બંદરથી માંડી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર કાંઠા વિસ્તારના મકાનોમાં પાણી ફરી વળે તેઓ ભય ઊભો થયો છે. નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. જેના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ફરી એક વાર પૂરના પાણી પ્રવેશે તેવા ભય વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને ખેડૂતોને ફરી સીઝનના સમય થવાનો વારો આવનાર છે.
Advertisement
Tags :
Advertisement

.