Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ
Panchmahal : પંચમહાલમાં (Panchmahal) NEET પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. કલેકટરએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં સારા માકર્સ માટે કૌભાંડ કર્યું હતું.આ મામલે ત્રણ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખની રોકડ મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વિદ્યાર્થી દીઠ 10 લાખ નકકી થયા હતા.
NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ
આ સમગ્ર કૌભાંડ મામલે શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સાામે પણ ફરિયાદ નોંધાઇ છે. (Panchmahal) ગોધારાના આરીફ વોરાની પણ મીલીભગત હોવાનું જાણવા મળી રહ્યું છે. છ વિદ્યાર્થીઓના નંબર મેળવી સારા માકર્સની ગેરરીતિ આચરવાના હતા.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી છે. છ વિદ્યાર્થીઓના નંબર સહિતની વિગત આપી છે.વિગત આપી પાસ કરવાની જવાબદારી આપી હતી. જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળ્યા છે. એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું.
તુષાર ભટ્ટ, પરશુરામ રોય, આરીફ વોરા સામે ફરિયાદ
જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના તુષાર ભટ્ટ જેઓ (Panchmahal)ગોધરા જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા દરમિયાન ડેપ્યુટી સુપરિટેનડેન્ટ તરીકે ફરજમાં હતા, જ્યારે તુષાર ભટ્ટ, વડોદરા રોય ઓવર્સીસના માલિક અને ગોધરાના આરીફ વોરા સામે નોંધાઇ ફરિયાદ છે.
ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ચેટમાંથી મળ્યા વિદ્યાર્થીઓના નામ
જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા (Panchmahal) ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
NEET UG પરીક્ષા યોજાઇ હતી
નોંધનીય છે કે, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવાઈ હતી. દેશની 706 મેડિકલ, 323 BDS સહિતની કોલેજોમાં 2.10 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ગુજરાતના 85,000 સહિત દેશભરમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET UG પરીક્ષા આપી હતી.
ત્યારે એક દિવસ પહેલા NEET પરીક્ષાને લઈને અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતું .તેમાં ઉમેદવાર દીઠ 40 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. પ્રશ્નપત્ર આપનારાઓએ કહ્યું હતું કે રાકીએ ઉત્તર પ્રદેશમાંથી 60 કરોડ રૂપિયામાં સંજીવ મારફતે પ્રશ્ન ખરીદ્યો હતો. પોલીસે પરીક્ષાની રાત્રે પ્રશ્નપત્રો અને તેના જવાબો મળ્યા હતા. પરીક્ષા માફિયાના લોકોએ રામકૃષ્ણ નગરના ખેમનીચક સ્થિત લર્ન બોયઝ હોસ્ટેલ અને લર્ન પ્લે સ્કૂલમાં રાતોરાત રાખીને પ્રશ્નોના જવાબો કંઠસ્થ કરી લીધા હતા. ત્યાં તેમના જેવા બીજા 20-25 વિદ્યાર્થીઓ હતા.
આ પણ વાંચો - સામાન્ય પરિવારમાંથી આવતી મોમીન ઉમેહાનીએ ધોરણ 12 કોમર્સમાં મેદાન માર્યું
આ પણ વાંચો - VADODARA : તારા દાદા પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી દીધા છે, તો…..
આ પણ વાંચો - ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં કેનાલ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો