ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal : ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, મહિલા-બાળકો સહિત 22 દાઝ્યા, આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ!

પંચમહાલના (Panchmahal) કાલોલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાલોલના રામનાથમાં (Ramnath) ગેસના બાટલામાં બ્લાસ્ટ (gas cylinder blast) થતા 8 મહિલા, 6 બાળકો સહિત કુલ 22 લોકો દાઝ્યા હોવાની માહિતી છે. પ્રચંડ બ્લાસ્ટમાં ઘર બહાર બેઠેલા લોકો પણ ગંભીર રીતે દાઝ્યા છે....
10:30 PM Mar 17, 2024 IST | Vipul Sen

પંચમહાલના (Panchmahal) કાલોલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાલોલના રામનાથમાં (Ramnath) ગેસના બાટલામાં બ્લાસ્ટ (gas cylinder blast) થતા 8 મહિલા, 6 બાળકો સહિત કુલ 22 લોકો દાઝ્યા હોવાની માહિતી છે. પ્રચંડ બ્લાસ્ટમાં ઘર બહાર બેઠેલા લોકો પણ ગંભીર રીતે દાઝ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા છે. દરમિયાન, આરોગ્ય વિભાગની પોલ પણ છતી થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કાલોલ રેફરલ હોસ્પિટલમાં (Kalol Referral Hospital) ઇજાગ્રસ્તોને દાઝ્યા પર લગાવવામાં આવતી ટ્યૂબની અછત જોવા મળી હતી. પોલીસ અને સ્થાનિકોને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવાનો જથ્થો લાવવાની ફરજ પડી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઇજાગ્રસ્તોને ત્વરિત હોસ્પિટલ ખસેડાયા

પંચમહાલના (Panchmahal) કાલોલમાં (Kalol) આવેલ રામનાથ વિસ્તારના ગેસના બાટલામાં અચાનક બ્લાસ્ટ થતા કુલ 22 લોકો દાઝ્યા છે. માહિતી મુજબ, 8 મહિલા, 6 બાળકો સહિત કુલ 22 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તમામને કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (MLA Fatesinh Chauhan), મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. બ્લાસ્ટની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

બ્લાસ્ટના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો

કાલોલ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ

બીજી તરફ, આ ઘટનાને પગલે કાલોલ આરોગ્ય વિભાગની (Kalol health department) પોલ છતી થઈ છે. અહેવાલ છે કે, કાલોલ રેફરલ હોસ્પિટલમાં દાઝ્યા પર લગાવવામાં આવતી ટ્યૂબનો પૂરતો જથ્થો પણ ન હોવાથી પોલીસ અને સ્થાનિકોને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવાનો જથ્થો લાવવાની ફરજ પડી હતી. એવી પણ માહિતી છે કે દવાનો પૂરતો જથ્થો નહીં હોવાથી ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) લઈ જવાયા હતા. જ્યારે 4 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા (Vadodara) રિફર કારાયા હતા. અપૂરતી સુવિધાને લઈને કાલોલ આરોગ્ય વિભાગ પર સવાલ ઊભા થયા છે. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે (MLA Fatesinh Chauhan) જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર મળે તે દિશામાં પ્રયત્ન કરાઈ રહ્યા છે.

 

આ પણ વાંચો - VADODARA : પાણીની વાતને લઇ મહિલાઓ વચ્ચે મારામારી

આ પણ વાંચો - Kheda : કો.ઓ. ક્રેડિટ સોસાયટીને 250 તોલા નકલી સોનું પધરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો - Chhotaudepur Haat: સુપ્રસિદ્ધ ભંગારીયા હાટની શરૂઆત છોટાઉદેપુર જિલ્લામાં થઈ

Tags :
gas cylinder blastGodhra Civil HospitalGujarat FirstGujarati NewsHealth DepartmentKalolKalol MLA Fatesinh ChauhanKalol Referral HospitalpanchmahalRamnathVadodara
Next Article