Kalol : MLA ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરતા સાવરકુંડલા રઘુવંશી સમાજમાં રોષ, કાર્યવાહી કરવા માગ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કર્યા બાદ મામલો ગરમાયો છે. ધારાસભ્યની ટિપ્પણી સામે સાવરકુંડલા રઘુવંશી સમાજમાં (Savarkundla Raghuvanshi Community) ભારે રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, સાવરકુંડલા નાવલી નદી ખાતે રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઊગ્ર વિરોધ દાખવ્યો હતો. દરમિયાન, ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રઘુવંશી લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આખરે ભારે ઉહાપોહ અને વિવાદ થતાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માફી માગી હતી.
ફતેસિંહ ચૌહાણ વિરુદ્ધ સાવરકુંડલા રઘુવંશી સમાજે ભારે રોષ દાખવ્યો
કાલોલના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) વિવાદમાં સપડાયા છે. માહિતી મુજબ, જલારામ બાપા (Jalaram Bapa) વિરૂદ્ધ ટિપ્પણી કરવી ધારાસભ્યને ભારે પડી રહી છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિરુદ્ધ સાવરકુંડલા રઘુવંશી સમાજે ભારે રોષ દાખવ્યો છે. રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં સાવરકુંડલા નાવલી નદી (Navali River) ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન, ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ મામલે રઘુવંશી લોહાણા સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
જલારામ બાપા, સાંઈબાબાને લઈ કરી વિવાદાસ્પદ ટિપ્પણી
માહિતી મુજબ, રઘુવંશી લોહાણા સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ભાજપના (BJP) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે આઈપીસી 295 (ક) અને 298 મુજબ ગુન્હો નોંધી અથવા માફી માંગે તેવી રઘુવંશી સમાજ દ્વારા માંગણી કરાઈ છે. જણાવી દઈએ કે, હાલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ એક કાર્યક્રમમાં મંચ પરથી જલારામ બાપા અને સાંઈબાબા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્ય કહેતા સંભળાય છે કે, જલારામ બાપાને લોકોએ ભગવાન બનાવી દીધા. સાંઈબાબા જે આપણા છે જ નથી તેમણે પણ ભગવાન બનાવી દીધા છે. આ આપણી કમનસીબી છે.
ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન
કાર્યક્રમમાં સંબોધન કરતાં ફતેસિંહ ચૌહાણે કર્યો વાણીવિલાસ
જલારામ બાપા અને સાંઈબાબા અંગે ફતેસિંહ ચૌહાણનો બફાટ
સમૂદાયના કેટલાંક વર્ગની લાગણી દૂભાય તેવો વાણી વિલાસ #Gujarat #BJP #MLA #FatehsinhChauhan #JalaramBapa #Controvery… pic.twitter.com/K4IXnLAlQT— Gujarat First (@GujaratFirst) February 7, 2024
ફતેસિંહ ચૌહાણે માફી માગી
આ મામલે ભારે ઉહાપોહ અને વિવાદ થતાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માફી માગી હતી. તેમણે કહ્યું કે કોઇ પણ સમાજની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગું છું. તેમણે કહ્યું કે વીડિયો સાથે છેડછાડ કરાઇ છે અને અડધો જ વીડિયો મુકવામાં આવ્યો છે. આખો વીડિયો જુવો તો ખ્યાલ આવે. તેમણે કહ્યું કે હું ચુસ્ત સનાતની છું અને કોઇ પણ સમાજ માટે હું ખોટું ના બોલી શકું. મારા નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં વિવિધ મુદ્દાઓને લઈ ABVP એ ઇન્ચાર્જ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો, રામધૂન બોલાવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ