Padminiba એ સંકલન સમિતિને ફરી આડેહાથ લીધી! કહ્યું- રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા...
ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નાગરિકો હવે ચૂંટણી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan) ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જો કે, ગઈકાલે સંકલન સમિતિએ આ આંદોલનને થોડા સમય માટે વિરામ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફરી એકવાર ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ (Padminiba Vala) સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સંકલન સમિતિ સામે પદ્મિનીબાના ગંભીર આક્ષેપ
ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત દરમિયાન સંકલન સમિતિ (Kshatriya Sankalan Samiti) પર આરોપ લગાવતા કહ્યું કે, સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે. સંકલન સમિતિ શું ખીચડી પકાવે છે તેની ખબર જ પડતી નથી. સંકલન સમિતિ દિવસે દિવસે નિવેદન બદલતી રહી છે. પદ્મિનીબાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બહેન-દીકરીનો હાથો બનાવીને રાજકીય હેતુ માટે ઉપયોગ કરાયો. કરણસિંહ ચાવડા (Karan Singh Chavda) ડબલ રોલમાં કામ કરી રહ્યાં છે. જ્યારે પી.ટી.જાડેજા (PT Jadeja) ક્યાં છે ? અમારો ફોન પણ નથી ઉપાડતા.
'અમે બહેન-દીકરીઓએ પરશોત્તમ રૂપાલાને માફ કરી દીધા છે'
પદ્મિનીબાએ (Padminiba Vala) આગળ કહ્યું કે, આંદોલન કઈ દિશામાં છે એ તો નક્કી કરો. કાં તો રૂપાલાજીને માફ કરો અથવા તો આંદોલન કરો. તેમણે કહ્યું કે, આ લડાઈ બેન-દીકરીઓની અસ્મિતાની હતી અને અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે હતો. પરશોત્તમ રૂપાલાએ પાંચ-પાંચ વાર જાહેરમાં માફી માગી. પરંતું સંકલન સમિતિ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને ઉમેશ મકવાણાને (Umesh Makwana) માફી કેમ મગાવતા નથી. રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા બાબતે કેમ કાંઈ બોલતા નથી. રૂપાલાજીને માફી નહીં તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફી કેમ ? આ લડાઈ બેન-દીકરીઓની અસ્મિતાની હતી અને અમે બહેન-દીકરીઓએ તો પરશોત્તમ રૂપાલાને માફ કરી દીધા છે. પદ્મિનીબાએ આ સાથે મોટો સંકેત આપતા કહ્યું કે, મને યોગ્ય લાગશે તો આગામી સમયમાં ભાજપમાં જોડાઈશ.
આ પણ વાંચો - Padminiba : પદ્મિની બાનો ઓડિયો મેસેજ, કહ્યું- PT મામા તમે હિમ્મત કરી, તમારી પર માન છે, પણ તમે..!
આ પણ વાંચો - Kshatriya Samaj : ઓડિયો ક્લિપ મામલે ઘમાસાણ! PT જાડેજા, પદ્મિની બા અને ભૂપતસિંહ જાડેજાએ કર્યા ખુલાસા!
આ પણ વાંચો - પદ્મિનીબા બાદ P. T. Jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ, ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ!