Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ind Vs Aus Final : વર્લ્ડ કપ 2023 ફાઇનલ પહેલા નૈના બા જાડેજાનું નિવેદન,જાણો શું કહ્યું ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપ 2023ની પહેલા બધા ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. ફેન્સની સાથે સાથે ભારતીય ટીમના ક્રિકેટર્સના પરિવારજનો પણ ભારતીય ટીમને ફરી એકવાર વર્લ્ડ કપ જીતતો જોવા માંગે છે. ત્યારે વર્લ્ડ...
08:16 PM Nov 18, 2023 IST | Hiren Dave

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપ 2023ની પહેલા બધા ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. ફેન્સની સાથે સાથે ભારતીય ટીમના ક્રિકેટર્સના પરિવારજનો પણ ભારતીય ટીમને ફરી એકવાર વર્લ્ડ કપ જીતતો જોવા માંગે છે. ત્યારે વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ પહેલા રાજકોટથી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નૈના બા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે.

 

રવિન્દ્ર જાડેજાની બહેન નૈના બા જાડેજાએ કહ્યું કે, "જુઓ સેમિફાઈનલ તો આપણે જીતી ગયા છે. અને આવતીકાલે જ ફાઈનલ મેચ છે. ચોક્કસપણે ઓસ્ટ્રેલિયા સારી ટીમ છે, પરંતુ મને લાગે છે કે આ વખતે ભારતીય ટીમનો હાથ ઉપર છે. જ્યારથી વર્લ્ડ કપ શરૂ થયો છે ત્યારથી ભારત એક પણ મેચ હારી નથી."

તેમણે વધુમાં કહ્યું કે, "ટીમનું કોમ્બિનેશન ખૂબ સરસ છે. મને લાગે છે આવું કોમ્બિનેશન તમે પણ હમણાં સુધી નહીં જોયું હોય. પછી ભલે તે કોઈપણ બેટ્સમેન હોય, કોઈપણ બોલર હોય. ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. એકપણ એવી વસ્તુ નથી કે જેને નેગેટિવ લઈ શકાય કે કોઈની ટીકા કરી શકાય. આ વખત ટીમ ઘણા સારા કોમ્બિનેશન સાથે રમી રહી છે."

નૈના બા જાડેજાએ વધુમાં કહ્યું કે, "અને મહત્ત્વનો ફાયદો એ છે કે આપણે અમદાવાદમાં હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે. અહીંયા પણ રમવાનો ઘણો અનુભવ છે. મને લાગે છે જો પીચ સ્લો છે તો સ્પિનર્સને ઘણી મદદ કરશે અને આશા રાખું છું કે આવતીકાલની મેચ સારી રહે અને ભારત વર્લ્ડ કપ જીતી જાય."

 

આ  પણ  વાંચો -ICC WORLD CUP 2023 : અફસોસ કે વર્લ્ડકપની ફાઇનલમાં કોઇ ભારતીયે….!

 

 

Tags :
Australiagujarati jagranIND VS AUSIND vs AUS FinalIndiaIndian Cricket TeamNaina JadejaRAJKOTRajkot NewsRavindra Jadejaworld cup 2023
Next Article