Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon in Gujarat : મેઘરાજાની ધીમી શરૂઆત, ખેડૂતો માટે મહત્ત્વનાં સમાચાર, વાંચો વરસાદની આગાહી

Monsoon in Gujarat : રાજ્યમાં ચોસામાની શરૂઆત થઈ છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબકતાં લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય...
monsoon in gujarat   મેઘરાજાની ધીમી શરૂઆત  ખેડૂતો માટે મહત્ત્વનાં સમાચાર  વાંચો વરસાદની આગાહી

Monsoon in Gujarat : રાજ્યમાં ચોસામાની શરૂઆત થઈ છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબકતાં લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

Advertisement

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યનાં કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર (Chotaudepur), ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli), અમરેલી, ભાવનગર (Bhavnagar) સહિત અનેક જિલ્લાઓમાં આજે વરસાદ ખાબકી શકે છે.

ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર

ઉપરાંત, 16થી 20 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની (Monsoon in Gujarat) આગાહી છે. આ સાથે ખેડૂતો માટે પણ મહત્ત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતો 25 તારીખ પછી વાવેતર કરી શકશે. હવામાન વિભાગની આગાહી મુજબ, 20 તારીખ પછી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે. 20 થી 25 સુધીમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ વખતે અલ-નિનો સિસ્ટમ (El-Nino system) સક્રિય થતાં ચોમાસુ (Monsoon) નબળું થયું છે. દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું 20 તારીખ બાદ સક્રિય થઈ શકે છે.

Advertisement

16 જૂન - ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
17 જૂન - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી
18 જૂન - નવસારી, વલસાડ, દમણ, ભાવનગર અને અમરેલીમાં આગાહી
19 જૂન - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં વરસાદની આગાહી
20 જૂન - નર્મદા, સુરત, ડાંગ, તાપી સહિત અનેક શહેરમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી

Advertisement

આ પણ વાંચો - Gujarat Monsoon: ગુજરાતના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરાજાના પધરામણા

આ પણ વાંચો - Rain in Gujarat : ચોમાસાની નબળી શરૂઆત, જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

આ પણ વાંચો - અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પૂર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ

Tags :
Advertisement

.