Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Monsoon in Gujarat : 24 કલાકમાં 47 તાલુકામાં મેઘમહેર, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી!

Monsoon in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. સૌથી વધુ વરસાદ બોટાદમાં (Botad) 2 ઇંચ સુધી નોંધાયો છે. હવામાન વિભાગે (Meteorological Department) પણ રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક...
08:41 AM Jul 11, 2024 IST | Vipul Sen
Gujarat Heavy rain

Monsoon in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. સૌથી વધુ વરસાદ બોટાદમાં (Botad) 2 ઇંચ સુધી નોંધાયો છે. હવામાન વિભાગે (Meteorological Department) પણ રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે, જેમાં હવે ઉત્તરોતર વધારો થઈ શકે તેમ છે. સુરતમાં (Surat) આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. 12 કે 14 જૂલાઈ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે.

24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દરમિયાન, બોટાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના (Surendranagar) દસાડામાં પોણા બે ઇંચ, મોરબીના ટંકારામાં સવા ઇંચ અને અન્ય તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતની (Surat) વાત કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છે. સુરત માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) પણ જાહેર કરાયું છે.

આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હાલ કચ્છ, બનાસકાંઠા (Banaskantha), જામનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો (Monsoon in Gujarat) છે. જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક દ્વારા વ્યક્ત કરવામાં આવેલ આગાહી મુજબ, 12 કે 14 જુલાઈ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 15 થી 21 જુલાઈ વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો - Gondal શહેરમાં જળબંબાકાર, વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો - Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

આ પણ વાંચો - Banaskantha: સામાન્ય વરસાદ થતાની સાથે જ પુલ પર નદીનું વહેણ શરૂ, માર્ગ ધોવાતા લોકોને હાલાકી

Tags :
BanaskanthaGir-SomnathGujarat FirstGujarati Newsheavy rainJamnagarKutchMeteorological DepartmentMonsoon in GujaratOrange Alertrain in gujaratSaurashtraSurat
Next Article