ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : પાંચોટ ગામમાં રામભક્તોએ 1,111 કિલોના લાડું બનાવ્યાં, જુઓ Video

અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહેસાણામાં (Mehsana) પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લો રામમય બની ગયો છે. ત્યારે રામભક્તો દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના લોકોએ...
11:49 PM Jan 20, 2024 IST | Vipul Sen

અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહેસાણામાં (Mehsana) પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લો રામમય બની ગયો છે. ત્યારે રામભક્તો દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના લોકોએ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખું આયોજન કર્યું છે. માહિતી મુજબ, રામભક્તો દ્વારા 1,111 કિલોના લાડું બનાવવામાં આવ્યા છે, જે અબોલા જીવોને ખવડાવવામાં આવશે.

અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે મહેસાણા (Mehsana) જિલ્લામાં રામભક્તો અલગ અલગ જગ્યાએ પોતાની રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ત્યારે પાંચોટ ગામના લોકોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી રીજે ઉજવણી કરવાની તૈયારી કરી છે. ગામના લોકોએ 1,111 કિલોના લાડું બનાવ્યા છે, જે ગામ અને નજીકના અન્ય ગામમાં અબોલ પશુ-પક્ષીઓને ખવડાવવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ઊંઝા APMC પણ રામમય બન્યું

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહેસાણાનું (Mehsana) ઊંઝા APMC પણ રામમય બન્યું છે. માહિતી મુજબ, APMC ખાતે રામ મંદિરનું સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર જેવું આબેહૂબ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યું છે. આ સાથે ઊંઝા APMC ને ભવ્ય રોશનીથી શણારવામાં આવ્યું છે. સાથે જ 21 અને 22 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - Ahmedabad : આંબાવાડીમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, 1 નું મોત

Tags :
AyodhyaAyodhya Ram Mandir Pran Pratishtha MohotsavGujarat FirstGujarati NewsMehsanaPanchot GamRam devoteesUnjha APMC
Next Article