Unjha APMC Election નો થયો પ્રારંભ, ભાજપના બે જૂથ આવ્યા સામસામે
- 16 ડિસેમ્બરના રોજ ઊંઝા APMC ની Election યોજાવાની છે
- ત્રણ જૂથો APMC માં સત્તા હાંસલ કરવા મેદાને ઉતર્યા છે
- Election માહોલને લઈ મેળા જેવો માહોલ સર્જાયો હતો
Unjha APMC Election : ઊંઝા APMC ની Election ને લઈ સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઊંઝા APMC માં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા છે. તો MLA કિરીટ પટેલ અને દિનેશ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય રહ્યો છે. આ 15 બેઠકની Election માટે આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ છે. જોકે આવતીકાલે ફોર્મ ચકાસણી અને 9 ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. અને 16 ડિસેમ્બરના રોજ ઊંઝા APMCની Election યોજાવાની છે.
ત્રણ જૂથો APMC માં સત્તા હાંસલ કરવા મેદાને ઉતર્યા છે
મળતી માહિતી મુજબ, આજરોજ સવારે 11 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રકોની અરજી સ્વીકારવામાં આવી હતી. ત્યારે આવતીકાલે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વખતે ઊંઝા APMCની Election માં કુલ 1106 મતદારો મતદાન કરશે. જેમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 અને સહકારી ખરીદ વેચાણ મંડળી 40 મળીને કુલ 1106 મતદારો મતદાન કરશે. ઊંઝા ભાજપના ત્રણ જૂથો APMC માં સત્તા હાંસલ કરવા મેદાને ઉતર્યા છે.
આ પણ વાંચો: Gujarat Government એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો કર્યો વધારો
Election માહોલને લઈ મેળા જેવો માહોલ સર્જાયો હતો
તો ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ, પૂર્વ Apmc ચેરમેન દિનેશ પટેલનું જૂથ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ વચ્ચે રાજકીય અખાડો જોવા મળશે. એશિયાખંડની સૌથી મોટી એવી ઊંઝા APMC ની Electionને લઈ આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ હતી. જેને લઇ સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો APMC ખાતે ઉમટી પડતાં લાંબી કતારો લાગી હતી. તો સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા હતા. ઊંઝા APMC બહાર Election માહોલને લઈ મેળા જેવો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: VADODARA : રોકવા જતા ચાલકે કાર પોલીસ કર્મી પર ચઢાવી દીધી