Mehsana : ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરાયેલા વિસ્તારમાં દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી
રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાવતા અસામાજિક તત્વો પર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણાના (Mehsana) ખેરાલુમાં (Kheralu) જે વિસ્તારમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં હવે દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી છે. માહિતી મુજબ, જે વિસ્તારમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો તે વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.
મહેસાણાના (Mehsana) ખેરાલુમાં દાદાનું બુલડોઝર ફર્યું છે. શ્રીરામ શોભાયાત્રા સમયે પથ્થરમારો કરાયો હતો તે વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. નગરપાલિકા દ્વારા ખેરાલુંના (Kheralu) જકાતનાકા નજીક, હાટડીયા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસરના દબાણ સામે નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, વારંવાર નોટિસો આપ્યા પછી પણ દબાણ હટાવવામાં આવ્યા નહોતા. ત્યારે હવે આવા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, ખેરાલુ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ખેરાલુ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જકાતનાકા નજીક, હાટડીયા વિસ્તાર અન્ય વિસ્તારોમાં જ્યાં ગેરકાયદેસરના દબાણ છે ત્યાં પાલિકા દ્વારા નોટિસ આપ્યા પછી પણ દબાણ ન હટાવતા નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે અને યુપીની જેમ આ વિસ્તારમાં બુલડોઝર કામગીરી હાથ ધરી ગેરકાયદેસરના દબાણ હટાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : ‘વિરમગામ અંધાપાકાંડ’ મામલે સુઓમોટો, રાજ્યના તમામ ક્લિનિક-હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ