Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : તૈયાર કેરીનો રસ ખાતા પહેલા ચેતજો! આ પરિવારની થઈ એવી હાલત કે જાણી ચોંકી જશો!

ઉનાળાની (summer) ઋતુમાં લોકો કેરી ખાવાનું ખૂબ પસંદ કરે છે. કેરી (Mango) ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે એવું માનવામાં આવે છે. કેરીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર વિટામિન (vitamins), આયર્ન અને મિનિરલ્સ...
mehsana   તૈયાર કેરીનો રસ ખાતા પહેલા ચેતજો  આ પરિવારની થઈ એવી હાલત કે જાણી ચોંકી જશો

ઉનાળાની (summer) ઋતુમાં લોકો કેરી ખાવાનું ખૂબ પસંદ કરે છે. કેરી (Mango) ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે એવું માનવામાં આવે છે. કેરીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર વિટામિન (vitamins), આયર્ન અને મિનિરલ્સ હોય છે. પરંતુ, મહેસાણામાં (Mehsana) એક પરિવારને તૈયાર કેરીનો રસ ખાવો ભારે પડી ગયો છે. કેરીનો રસ (Mango juice) ખાવાથી પરિવારના 4 સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ફરિયાદ ઊઠી હતી.

Advertisement

કેરીનો રસ ખાધા બાદ 4 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહેસાણાના (Mehsana) બલોલ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં રહેતા એક પરિવારે ગામ બહારની દુકાનમાંથી તૈયાર કેરીનો રસ લાવી આરોગ્યો હતો. જો કે, રસ ખાધા બાદ પરિવારના 4 સભ્યોને અચાનક ફૂડ પોઇઝનિંગની (food poisoning) અસર થઈ હતી. પરિવારના સભ્યોની તબિયત લથડતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mehsana Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. હાલ, તમામની સારવાર ચાલી રહી છે. જો કે, આ ઘટના સામે આવતા ગામમાં લોકો કેરીનો રસ ખાવાથી પરહેજ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં 25 લોકોને ફૂડ પોઈઝનિંગ

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના (Surendranagar) રોજાસર ગામાંથી ફૂડ પોઈઝનિંગની (food poisoning) ઘટના સામે આવી હતી. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બાળકો અને મહિલાઓ સહિત 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ ઊઠી હતી. આ તમામ લોકોને રાણાગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર બાદ તમામની તબિયત સારી થઈ હતી.

Advertisement

આ પણ વાંચો - શું તમે પણ ‘Vipul Dudhiya’ માંથી ફરસાણની ખરીદી કરો છો ? તો ચેતજો…વાંચી લો આ અહેવાલ

Advertisement

આ પણ વાંચો - Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાતા યુનિટ સીલ કરાયું

આ પણ વાંચો - VADODARA : પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની ટીમનું ચેકીંગ

Tags :
Advertisement

.