Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો, રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન

Gujarat Election : ગુજરાતભરમાં આજે લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે, આ મતદાન પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે. રાજ્યભરમાં મહિલા નેતાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે મથક પર પહોંચી છે. જામનગરથી લોકસભાના સાંસદ પૂનમ માડમ...
lok sabha elections   લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો  રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન

Gujarat Election : ગુજરાતભરમાં આજે લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે, આ મતદાન પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે. રાજ્યભરમાં મહિલા નેતાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે મથક પર પહોંચી છે. જામનગરથી લોકસભાના સાંસદ પૂનમ માડમ (Poonam Madam), ધારાસભ્ય રિવાબા જાડેજા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (Nayanaba Jadeja), ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, બનાસકાંઠા લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી, કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ લોકશાહીની ફરજ નીભાવી હતી.

Advertisement

Advertisement

આજે રાજ્યમાં લોકશાહીનો મહાપર્વ ( Lok Sabha elections) ઊજવાઈ છે. ત્યારે લોકશાહીના જતનમાં રાજ્યની મહિલાઓ પણ પાછળ નથી. આજે સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન મથક પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. રાજ્યનાં રાજકારણમાં નામના ધરાવતી મહિલા નેતાઓ, ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહિલા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરીને પોતાની ફરજ બજાવી રહી છે. જામનગરથી લોકસભાના સાંસદ પૂનમબેન માડમે (Poonam Madam) આજે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મતદાન બુથ પરથી મતદાન કર્યું હતું. પૂનમબેન પરિવાર અને કાર્યકર્તાઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ (Rivaba Jadeja) પણ પંડિત દીનદયાલ વિદ્યા ભવન મતદાન મથક પરથી મતદાન કર્યું હતું.

Advertisement

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ પણ પંડિત દીનદયાલ વિધાભવન મતદાન મથક પરથી મતદાન કર્યું હતું. તેમની સાથે પિતા અનિરુદ્ધસિંહ જાડેજા પણ હતા. ગોંડલના (Gondal) ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. કચ્છ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહપરિવાર મતદાન કરવા પહોંચ્યાં હતાં. તેમણે ભુજના રાવલવાડી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. જ્યારે, બોટાદના સાંસદ ભારતીબેન શિયાળએ તળાજા તાલુકાનાં મથાવાડા ગામ ખાતે મતદાન કર્યું હતું. ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સરદારનગરના વકીલ હોલ ખાતે મતદાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ (Dr. Rekhaben Chaudhary) આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે કંથેરિયા હનુમાન દાદા અને અર્બુદા માતાના દર્શન કરી આર્શીવાદ લીધા હતા.

<

બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) ભાભરના અબાસણા ગામમાં મતદાન કર્યું હતું. સાથે તમામ લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P. Bharati) ગાંધીનગરમાં સેક્ટર 9 માં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યાં હતાં. આ સાથે તેમણે હીટવેવમાં કાળજીપૂર્વક આવી મતદાન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો - LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

આ પણ વાંચો - PM Modi : PM મોદીએ મતદાન મથક પર કોના ચરણ સ્પર્શ કર્યા ? જુઓ video

આ પણ વાંચો - Lok Sabha elections : મતદાન દરમિયાન અહીં ખોટકાયાં EVM મશીન, મતદારોને ભારે હાલાકી

Tags :
Advertisement

.