Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : આવતીકાલથી વધશે રાજકીય ગરમાવો! ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત

Lok Sabha elections : ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાલ ચૂંટણીમો માહોલ છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જો કે, હવે ગુજરાતમાં લોકસભા અને પેટાચૂંટણીને લઈ ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. લોકસભાની 26...
lok sabha elections   આવતીકાલથી વધશે રાજકીય ગરમાવો  ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત

Lok Sabha elections : ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાલ ચૂંટણીમો માહોલ છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જો કે, હવે ગુજરાતમાં લોકસભા અને પેટાચૂંટણીને લઈ ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. લોકસભાની 26 બેઠકો અને 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના ફોર્મ (nomination forms) ભરાશે.

Advertisement

લોકસભા ચૂંટણીનાં (Lok Sabha elections) માહોલ વચ્ચે ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે જ્યારે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (by-elections) માટે ઉમેદવારો ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવારો 16 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસની (Congress) વાત કરીએ તો લોકસભાની 4 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની હાલ પણ બાકી છે. જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચેય ઉમેદવારના નામની જાહેરાત હાલ બાકી છે.

પાટીલ 18મીએ તો રૂપાલા 16મીએ ફોર્મ ભરશે

જો કે, આવતીકાલથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં રાજકીય ગરમાવો પણ વધશે. જણાવી દઈએ કે, ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી (Navsari) લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ (CR Patil) 18 મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. તે સમયે મોટી સંખ્યામાં કાયકરો ઉપસ્થિત રહેશે. ત્યારે રાજકોટ (Rajkot) લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) 16 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે.

Advertisement

આ પણ વાંચો - BJP Arjun Modhwadia: ભાજપ નેતાનો અનોખો અંદાજ, ઢોલના તાલે ઘોડે સવારી કરી એન્ટ્રી લીધી

Advertisement

આ પણ વાંચો - Election : જીવનની પહેલી ચૂંટણી જ્યાંથી લડ્યા ત્યાંથી PM પ્રચારના કરશે શ્રીગણેશ

આ પણ વાંચો - Parshottam Rupala At Rajkot: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યકારો સાથે કરી ચાય પે ચર્ચા

Tags :
Advertisement

.