ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાપી (Vapi) પહોંચ્યા હતા. અહીં, તેમને ભાજપના (BJP) ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કર્યો હતો અને ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, અગ્રણીઓ સાથે મહત્ત્વની બેઠક પણ કરી હતી. જ્યારે, બીજી તરફ...
12:51 PM Apr 12, 2024 IST | Vipul Sen

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાપી (Vapi) પહોંચ્યા હતા. અહીં, તેમને ભાજપના (BJP) ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કર્યો હતો અને ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, અગ્રણીઓ સાથે મહત્ત્વની બેઠક પણ કરી હતી. જ્યારે, બીજી તરફ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજે જામનગરની મુલાકાતે છે. માહિતી મુજબ, જામનગરમાં CR પાટીલ લોકસભા ચૂંટણી પૂર્વે કાર્યકરો-પદાધિકારીઓ પાસેથી કામોનો હિસાબ માંગશે.

વાપીમાં CM ની કાર્યકર્તાઓ, અગ્રણીઓ સાથે બેઠક

રાજ્ય સહિત દેશભરમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વાપી પહોંચ્યા હતા. અહીં, તેમણે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ (Dhaval Patel) માટે પ્રચાર કર્યો હતો. સાથે જ સીએમએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સહિત ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, અગ્રણીઓ સાથે મહત્ત્વની બેઠક પણ કરી હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર અંગે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, મુખ્યમંત્રી દ્વારા વલસાડ (Valsad) બેઠક પર ભાજપને 5 લાખથી વધુની લીડથી જીતાડવા માટે કાર્યકર્તાઓ અને અગ્રણીઓને હાકલ કરી હતી. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાનાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આજે CR પાટીલ જામનગરની મુલાકાતે

બીજી તરફ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પ્રચારને લઈ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) આજે જામનગરની (Jamnagar) મુલાકાતે છે. માહિતી મુજબ, અહીં સી.આર.પાટીલ બંધ બારણે કાર્યકરો-પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે. એવા પણ અહેવાલ છે કે, આ બેઠક દરમિયાન સી.આર.પાટીલ લોકસભા ચૂંટણી પૂર્વે કાર્યકરો-પદાધિકારીઓ પાસેથી કામોનો હિસાબ પણ માગી શકે છે. પેજ કમિટી (page committee) અને બુથ લેવલ પર કેટલી અને કેવી કામગીરી ચાલી રહી છે ? સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક થઈ રહ્યો છે કે નહીં ? સહિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતીઓ એકત્ર કરશે.

 

આ પણ વાંચો - Surat BJP Program: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં માછી સમાજે સ્નેહમિલનનું કર્યું આયોજન

આ પણ વાંચો - Parshottam Rupala નો બેબાક હૂંકાર, કહ્યું – ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે…..

આ પણ વાંચો - C.R Patil : અમરેલીમાં C.R Patilએ કાર્યકરોને આપ્યો આ જીતનો મંત્ર

Tags :
Bhupendra PatelBJPCR PatilDHAVAL PATELFinance Minister Kanubhai DesaiGujarat FirstGujarati NewsJamnagarLok Sabha Electionspage committeeValsadvapi
Next Article