Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : ધોળાવીરા બાદ હવે અહીં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો તીવ્રતા અને કેન્દ્રબિંદુ વિશે?

કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આચંકો ((Earthquake) ) અનુભવાયો છે. માહિતી મુજબ, લખપત (Lakhpat) તાલુકાનાં દયાપર નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયના માહોલ સર્જયો છે. બપોરે 3.50 કલાકે આ ભૂકંપ આવ્યો છે, જેની...
05:08 PM Jun 28, 2024 IST | Vipul Sen

કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આચંકો ((Earthquake) ) અનુભવાયો છે. માહિતી મુજબ, લખપત (Lakhpat) તાલુકાનાં દયાપર નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયના માહોલ સર્જયો છે. બપોરે 3.50 કલાકે આ ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા 3.4 નોંધાઈ છે. લખપતથી 25 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

લખપત તાલુકાનાં દયાપર નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપ

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે, કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત (Lakhpat) તાલુકાનાં દયાપર નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3.50 કલાકે ભૂકંપનો આંચકો (Earthquake) આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે. જ્યારે, ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 25 કિમી દૂર પાકિસ્તાનમાં (Pakistan) નોંધાયું છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

બે દિવસ પહેલા ભચાઉંમાં આવ્યો હતો ભૂકંપ

જણાવી દઈએ કે બે દિવસ પહેલા એટલે કે 26 જૂનના રોજ ભચાઉનાં (​​Bhachau) ધોળાવીરા (Dholavira) વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે લગભગ 4.41 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, આંચકાથી કોઈ નુકસાની થઈ નહોતી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધોળાવીરાથી 100 કિમી દૂર પાકિસ્તાન પાસે ભૂકંપનું (Earthquake) કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

 

આ પણ વાંચો - Kutch : ભચાઉના ધોળાવીરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો - Kheda : BJP ના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ! મંત્રી કુંવરજી બાવળિયાને ફરિયાદ સાથે કરી આ માગ!

આ પણ વાંચો - Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ

Tags :
bhachauDayaparDholaviraearthquakeGujarat FirstGujarati NewsIndo-Pak borderKutchlakhpatPakistan
Next Article