Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોળાવીરા ફેસ્ટિવલ યુવાનો કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય એવા આશય સાથે ધોળાવીરા ખાતે ભવ્ય આયોજન કરાયું

આપણો ભારત દેશ અનેકવિધ ઐતિહાસિક ધરોહરથી સમૃદ્ધ છે જેના કારણે આજે વિશ્વના નકશા પર ભારત અનેરું સ્થાન ધરાવે છે. અલબત્ત પ્રવાસન ક્ષેત્રે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે પણ આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનો દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યે નીરસ હોય એવું જણાઈ રહ્યું છે. યુવાનોની આ નિરસતાને દૂર કરી દેશના ઐતિહાસિક સ્મારકો અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે એવા આશય સાથે બà
ધોળાવીરા ફેસ્ટિવલ યુવાનો કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય એવા આશય સાથે ધોળાવીરા ખાતે ભવ્ય આયોજન કરાયું
આપણો ભારત દેશ અનેકવિધ ઐતિહાસિક ધરોહરથી સમૃદ્ધ છે જેના કારણે આજે વિશ્વના નકશા પર ભારત અનેરું સ્થાન ધરાવે છે. અલબત્ત પ્રવાસન ક્ષેત્રે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે પણ આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનો દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યે નીરસ હોય એવું જણાઈ રહ્યું છે. યુવાનોની આ નિરસતાને દૂર કરી દેશના ઐતિહાસિક સ્મારકો અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે એવા આશય સાથે બિરવા કુરેશીએ આજથી ૧૪ વર્ષ પહેલાં ક્રાફ્ટ ઓફ આર્ટ નામે એક અનોખો અભિગમ વિકસાવ્યો ! ઐતિહાસિક સ્મારકની ઓળખ, કલાકારિગીરી અને અલભ્ય ઇતિહાસને સંગીતના માધ્યમથી ઉજાગર કરવાનો નવતર પ્રયોગ ગુજરાતના વિવિધ ઐતિહાસિક સ્મારકો ખાતે હાથ ધરાયો છે. ખુશીની બાબત એ છે કે, કચ્છની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરનાર અલભ્ય ધરોહરસમા “ધોળાવીરા” ખાતે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા સંગીતમય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે
ભરત નાટ્યમ અને ભારતીય લોક નૃત્યની તાલીમ મેળવી છે
ક્રાફ્ટ ઓફ આર્ટના આ નવતર પ્રકલ્પને સંકલ્પ બનાવનાર બિરવા કુરેશી અદમ્ય ઉત્સાહ અને ખંતથી આપણા કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિને ઘરી બેઠેલા ધોળાવીરામાં આગામી ૨૮ જાન્યુઆરીએ અનેરા ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. આ પ્રકલ્પના ડાયરેક્ટર બિરવા કુરેશીએ સેપ્ટ યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનરની ઉપાધિ પ્રાપ્ત કરી; વિશ્વ વિખ્યાત દર્પણ એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગુરુ શ્રીમતી મૃણાલિની સારાભાઈ પાસેથી ભરત નાટ્યમ અને ભારતીય લોક નૃત્યની તાલીમ મેળવી છે. ગુજરાત ટૂરિઝમના સહયોગથી ધોળાવીરા ખાતે આગામી ૨૮મી જાન્યુઆરીના આયોજિત ‘ધોળાવીરા ફેસ્ટિવલ' વિશે ખૂબ જ ઉત્સુક એવા આયોજક બિરવા કુરેશી સુપ્રસિદ્ધ ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તબલા ઉસ્તાદ ફઝલ કુરેશીના પત્ની છે. જે પરિવારના રગેરગમાં સંગીત અને કલા ઘરબેલી છે એવા પરિવારના વારસાને આગળ ધપાવવાના વિચાર સાથે 'ક્રાફ્ટ ઓફ આર્ટ અસ્તિત્વમાં આવ્યું હોવાનું બિરવા જણાવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ક્રાફ્ટ ઓફ આર્ટના માધ્યમે સૂફી, વોટર અને ગુંબજ કાર્યક્રમો માત્ર પોતાના સંગીતથી જ નહીં, પરંતુ યુવાનોને ઐતિહાસિક ધરોહર તરફ આકર્ષવા માટે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. જે વારસો વિસરાઈ રહ્યો છે તેને નવીનતમ માધ્યમ દ્વારા જીવંત રાખવાનો પ્રયાસ ખરેખર આવકારદાયક છે.

આગામી ૨૮ જાન્યુઆરીએ ધોળાવીરા ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં 
છેલ્લા ૧૪ વર્ષોથી ક્રાફ્ટ ઓફ આર્ટ'ના ૩૦ થી પણ વધુ કાર્યક્રમો દ્વારા સરખેજ રોજા, ભદ્રનો કિલ્લો, તીન દરવાજા, રાણી કી વાવ (પાટણ), સૂર્ય મંદિર (મોઢેરા) અને ઈલોરા ગુફાઓ (ઔરંગાબાદ) સહિત અનેક ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને ઉજાગર કરવાના પ્રયાસોને પોતાની વાતોમાં વાણી લઈને બિરવા સહજ શૈલીમાં સંગીતના માધ્યમથી પોતાના વિચારનો પ્રચાર કરી રહ્યા છે. આગામી ૨૮ જાન્યુઆરીએ ધોળાવીરા ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાવાદક), જ્યોર્જ બુકસ (અમેરિકન સેકસોફોનિસ્ટ), જાણીતા સિતાર વાદક દિલશાદ ખાન, ખ્યાતનામ ગોટારિસ્ટ સાંજ દિવયા, ગઢમ પ્લેયર ગિરિધર ઉડુપા, વિખ્યાત ડૂમિસ્ટ મંજૂનાથ, આપણા કચ્છના ખ્યાતનામ કલાકાર મુરાલાલા મારવાડા જેવા ઉત્કૃષ્ટ સંગીતનો ભવ્ય સંગીત પ્રસ્તુત કરશે. સાથે સાથે પ્રખ્યાત સીદી ધમાલ નૃત્ય પણ આકર્ષણ જમાવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇડિયન ટેલિવિઝન અને ફિલ્મ એક્ટર માનવ ગોહિલ કરવાના છે. ૨૮ મીએ બપોરે ૩ વાગ્યાથી ક્રાફ્ટ મ્યુઝિયમ, વોકિંગ ટુર, ફોટો પ્રદર્શન માણી શકાશે. સંગીતનો મુખ્ય કાર્યક્રમ  શરૂ થઇ જસે
ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આપ સૌને આવકારવા ક્રાફ્ટ ઓફ આર્ટ આતુર છે
કચ્છી લોક સંગીત, લોક વારસો, લોક નૃત્ય, તસવીર પ્રદર્શન અને વૈશ્વિક સંગીતના સંભારણાઓ સાથે આપણા ધોળાવીરામાં આયોજિત આ ફેસ્ટિવલ માટે કોઈ એન્ટ્રી ચાર્જિસ રાખવામાં આવ્યા નથી. આપ સૌ પોતાનું રજીસ્ટ્રેશન બુક માય શો પર તેમજ ૯૬૬૪૬ ૮૨૩૭૩ પર કોલ કરીને કરાવી શકો છો. દરેક વ્યક્તિ ર લોકોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેટલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમણે સ્થળ પર આવી પોતાનો એન્ટ્રી પાસ મેળવવાનો રહેશે, કચ્છની ધરોહર સમય ધોળાવીરામાં આયોજિત આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આપ સૌને આવકારવા ક્રાફ્ટ ઓફ આર્ટ આતુર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.