Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch BSF: સીમા સુરક્ષા દળે પેટ્રોલિંગ દરમિયાન 11 દિવસમાં 170 Drugs ના પેકેટ કર્યા કબજે

Kutch BSF: કચ્છના દરિયાઈ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સુરક્ષા એજન્સીઓ Drugs ને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન આજે અબડાસા તાલુકાના જખૌ નજીક ચરસના 30 પેકેટ મળી આવ્યા છે. જખૌ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફ (BSF) ની બે...
11:44 PM Jun 25, 2024 IST | Aviraj Bagda
Border Security Force seized 170 packets of drugs in 11 days during patrolling

Kutch BSF: કચ્છના દરિયાઈ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સુરક્ષા એજન્સીઓ Drugs ને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન આજે અબડાસા તાલુકાના જખૌ નજીક ચરસના 30 પેકેટ મળી આવ્યા છે. જખૌ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફ (BSF) ની બે જુદી ટીમને ચરસના પેકેટ મળી આવ્યા હતા સવારે 10 અને સાંજે 20 પેકેટ મળી આવ્યા હતા.

એક પેકેટની કિંમત 50 લાખ આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે આંકવામાં આવે છે. આ પેકેટ પર બાજ ચીતરેલું છે. એક કોથળામાં 10 પેકેટ એક કિલોના હોય છે. જ્યારે 3 કોથળામાં 30 પેકેટ મળી આવ્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફ (BSF) ને 11 દિવસમાં 170 થી વધુ Drugs ના પેકેટમાં મળી આવ્યા છે. હજુ પણ બીએસએફ (BSF) તેમજ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે.

જિલ્લામાં એજન્સીઓની કામગીરી કાબીલેદાદ

અત્યાર સુધી ચરસ (Hashish), હેરોઈન (Heroin), મોરફિન (Morphine) ના પેકેટ પકડાઈ ચૂક્યા છે ત્યારે હજુ પણ બિનવારસી પેકેટો પકડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાધનને બરબાદ કરવાના સમગ્ર નેટવર્કમાં સુરક્ષા એજન્સીઓ હાલમાં તમામ ટાપુઓ, ક્રિક વિસ્તાર ખૂંદીને Drugs કોઈ વ્યક્તિના હાથમાં ન આવે, તે માટે સતત નજર રાખી રહી છે. સરહદી જિલ્લામાં એજન્સી (Kutch BSF) ઓની કામગીરી કાબીલેદાદ છે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Gondal Forest Department: ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દીપડો હોવાની અફવા વચ્ચે CCTV આવ્યા સામે

Tags :
BSFdrugsGujaratGujarat FirstHashishHeroinKutchKutch BSFMorphine
Next Article