Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : છેલ્લા 19 વર્ષથી ચાલતા કરોડો રૂપિયાની જમીન વિવાદ મામલે Adani Ports ને મોટી રાહત!

કચ્છની (Kutch) કરોડો રૂપિયાની કિંમત ધરાવતી 108 હેક્ટર જમીનને લઈ મોટા સમાચાર આવ્યા છે. મુંદ્રાના (Mundra) નવી નાળ ગામની ગોચર જમીનનાં વિવાદ મામલે સુપ્રીમ કોર્ટથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને મોટી રાહત...
kutch   છેલ્લા 19 વર્ષથી ચાલતા કરોડો રૂપિયાની જમીન વિવાદ મામલે adani ports ને મોટી રાહત

કચ્છની (Kutch) કરોડો રૂપિયાની કિંમત ધરાવતી 108 હેક્ટર જમીનને લઈ મોટા સમાચાર આવ્યા છે. મુંદ્રાના (Mundra) નવી નાળ ગામની ગોચર જમીનનાં વિવાદ મામલે સુપ્રીમ કોર્ટથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કંપનીને ફાળવવામાં આવેલી 108 હેક્ટર ગૌચરની જમીન પરત લેવા આદેશ કર્યો હતો.

Advertisement

કંપનીએ ફેન્સિંગ કરતા ગ્રામજનોએ HC માં અરજી કરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે ગુજરાત સરકાર (Gujarat government) પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ બી.આર. ગવઈ (Justice B.R. Gavai) અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની (Justice K.V. Viswanathan) બેન્ચે હાઈકોર્ટનાં આદેશ પર સ્ટે મૂક્યો હતો. જણાવી દઈએ કે આ મામલો વર્ષ 2005 નો છે જ્યારે કચ્છના (Kutch) મુંદ્રાના નવી નાળ ગામની કરોડો રૂપિયાની 108 હેક્ટર જમીન અદાણી પોર્ટ્સને (Adani Ports) ફાળવવામાં આવી હતી. વર્ષ 2010 માં, જ્યારે કંપનીએ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે નવીનાલ ગામના રહેવાસીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી (PIL) કરી હતી. તેમણે ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) જણાવ્યું હતું કે, અદાણી પોર્ટ્સને જે જમીન ફાળવવામાં આવી છે તે ગોચરની જમીન છે. ગામમાં ગોચર જમીનની અછત છે.

સરકારે જમીન ન ફાળવતા ફરી અરજી કરાઈ

વર્ષ 2014 માં, રાજ્ય સરકારે આ મામલે કહ્યું હતું કે, ગ્રામજનોને ચરવા માટે 387 હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પસાર કરાયો હતો, જેના પછી કોર્ટે કેસનું સમાધાન કર્યું હતું. પરંતુ, સરકારે 387 હેક્ટર જમીન ન ફાળવતાં ગ્રામજનોએ ગુજરાત HC માં ફરી અરજી કરી હતી. ત્યાર બાદ વર્ષ 2015 માં, રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર 17 હેક્ટર સરકારી જમીન ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી કે તે લગભગ 7 કિમી દૂર બાકીની જમીન ફાળવી શકે છે. ગામલોકોએ તેને એવું કહીને નકારી કાઢ્યું કે ઢોર ચરાવવા માટે તે ઘણું દૂર છે.

Advertisement

SC એ HC ના આદેશ પર સ્ટે મૂક્યો

ત્યાર બાદ એપ્રિલ 2024માં, ગુજરાત HC ના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ (Justice Sunita Aggarwal) અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ( Justice Pranav Trivedi) ડિવિઝન બેંચે રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીને ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો હતો. ACS એ બેંચને જાણ કરી હતી કે રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગોચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ APSEZ ને ફાળવવામાં આવી હતી. મહેસૂલ વિભાગે (Revenue Department) કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કુલ 129 હેક્ટર જમીનને ગોચર તરીકે વિકસાવશે અને તેને ગામને પાછી સોંપશે, જેના માટે તે અદાણી પોર્ટ્સ પાસેથી લીધેલી 108 હેક્ટર જમીનમાં પોતાની પાસેથી 21 હેક્ટર જમીન ઉમેરશે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારને આ દરખાસ્તનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પોર્ટ્સે ગુજરાત સરકારના (Gujarat government) આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની અપીલ પર વિચાર કર્યો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : વરસાદી છાંટા પડતા વીજ પોલમાં શોર્ટ સર્કિટ, Video જોઈ ચોંકી જશો!

આ પણ વાંચો - Ahmedabad : પોલીસકર્મીએ સાબરમતીમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું, પાલડીમાં પુત્રે માતાની હત્યા કરી આપઘાત કર્યો

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : ACB સમક્ષ સાગઠિયાની GameZone ને લઈ ચોંકાવનારી કબૂલાત!

Tags :
Advertisement

.