Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj) વિરોધ નોંધાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય...
11:08 PM Apr 28, 2024 IST | Vipul Sen

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj) વિરોધ નોંધાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય મહિલાઓ (Kshatriya women) દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર અને આણંદ ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા, જેના હવે પારણાં કરાવતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં 7 દિવસથી ચાલતા પ્રતીક ઉપવાસનો અંત

સુરેન્દ્રનગરમાં છેલ્લા 7 દિવસથી ચાલતા પ્રતીક ઉપવાસનો અંત

સુરેન્દ્રનગરમાં (Surendranagar) દાળમીલ રોડ પરના શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓ છેલ્લા 7 દિવસથી પ્રતીક ઉપવાસ પર હતી. જો કે, હવે ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) મહિલાઓને પારણા કરાવતા ઉપવાસનો અંત આવ્યો છે. મુળી તેમ જ વઢવાણ સ્ટેટ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉપવાસ કરનાર મહિલાઓને પારણા કરાવાયાં હતાં.

આણંદમાં 50 મહિલાઓેને પારણા કરાવાયાં

આણંદમાં 50 મહિલાઓેને પારણા કરાવાયા

બીજી તરફ આણંદમાં (Anand) પણ સોજીત્રા ખાતે આવેલા ક્ષેમકલ્યાણી માતાનાં મંદિરે 50 જેટલી ક્ષત્રિય મહિલાઓ પ્રતીક ઉપવાસ પર હતી. 25 તારીખથી ચાલતો ક્ષત્રિય મહિલાઓનો આ પ્રતીક ઉપવાસ આંદોલન આજે પૂર્ણ થયો છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતીક ઉપવાસના પારણા કરાવામાં આવ્યા હતા. દરમિયાન યુવરાજ સિંહે (Yuvraj Singh Jadeja) કહ્યું હતું કે, મહિલાઓ પોતાની શક્તિ ભૂખ્યાં રહીને બતાવે તેની કરતા ઘરે ઘરે જઈને બતાવે તે યોગ્ય રહેશે. રાહુલ ગાંધી બફાટ પર યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધીના વીડિયોની પુષ્ટિ થઈ નથી. જો રાહુલ ગાંધીના (Rahul Gandhi) વીડિયોની પુષ્ટિ થશે તો પહેલી તારીખે આણંદ ખાતે ક્ષત્રિય સમાજ સંમેલનમાં તે બાબતની પણ ચર્ચા થશે.

આ પણ વાંચો - Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!

આ પણ વાંચો - Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

આ પણ વાંચો - Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

Tags :
AnandBharatiya Janata PartyGuajrati NewsGujarat FirstKshatriya communityKSHATRIYA SAMAJKshatriya womenKshemkalyani MataParshottam RupalaPratik UpvasRahul Gandhi's controversial statementRAJKOTShakti Mataji's templeSurendranagarUnion MinisterYuvraj Singh Jadeja
Next Article