Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

kheda : મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે : દેવુસિંહ ચૌહાણ

kheda : 'અમૃત ભારત યોજના' (Amrit Bharat Yojana) હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશના વિવિધ રાજ્યોનાં 554 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, 1500 રોડ ઓવરબ્રિજ/ અંડરપાસના શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરી દેશની જનતાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ...
kheda   મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે   દેવુસિંહ ચૌહાણ

kheda : 'અમૃત ભારત યોજના' (Amrit Bharat Yojana) હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશના વિવિધ રાજ્યોનાં 554 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, 1500 રોડ ઓવરબ્રિજ/ અંડરપાસના શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરી દેશની જનતાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશને યશસ્વી વડાપ્રધાન મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રેલવેની કાયાકલ્પ કરી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ગોમતીનગરમાં પુનઃનિર્મિત અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. અમૃત ભારત રેલવે સ્ટેશનોમાં આજે જે 554 રેલવે સ્ટેશનના નવનિર્માણર્થે ભૂમિપૂજન થવાનું હતું. તેમાં ગુજરાતના 89 સ્ટેશન પૈકી ખેડા જિલ્લાના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનની પણ કાયાકલ્પ થવાની છે. તેને અનુલક્ષી વડોદરા રેલવે ડિવિઝન દ્વારા મહેમદાવાદ (Mehmedawad) સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, મહેમદવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ડી.આર.એમ. જિતેન્દ્રસિંહ સહિત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને મહેમદાવાદ સહિત તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આજે ભારતવર્ષનો એક ઐતિહાસિક દિવસ છે : સાંસદ દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના (kheda) સાંસદ દેવુસિંહ ચૌહાણે (MP Devusinh Chauhan) આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ભારતવર્ષનો એક ઐતિહાસિક દિવસ છે, જેમાં ટેકનોલોજીનાં માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 લાખ લોકોને સંબોધ્યા છે. દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં અગાઉ 500 ઉપરાંત અને આજે 554 રેલવે સ્ટેશનને 'અમૃત ભારત' રેલવે સ્ટેશન યોજનામાં સમાવી તેને વિશ્વસ્તરીય સુવિધાઓથી સુસજ્જ કરી પુનઃનિર્માણ કરવાનું છે, જેમાં 1500થી વધુ રેલવે ઓવરબ્રિજ, અંડરપાસ, ફૂટઓવર બ્રિજનું નિર્માણ થવાનું છે, જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે.

'અઢી લાખ કારોડથી વધુ નાણાંની રેલવે બજેટમાં જોગવાઈ'

ખેડા જિલ્લામાં આઠ જેટલાં રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજ પણ સમાવિષ્ટ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સુવિધામાં અમૂલ્ય પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે અને એ દિશામાં નક્કર કાર્યો થઈ રહ્યા છે. અગાઉની સરકારોમાં રેલવે બજેટ મર્યાદિત રહેતું, આજે અઢી લાખ કારોડથી વધુ નાણાંની રેલવે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. રેલવેના વિકાસથી દેશનું અર્થતંત્ર પણ ગતિશીલ બનશે, એમ કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે (MP Devusinh Chauhan) ઉમેર્યું હતું.

Advertisement

અહેવાલ : કૃષ્ણ રાઠોડ, ખેડા

આ પણ વાંચો - Gujarat Congress : મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ, વધુ ત્રણ નેતાઓના રાજીનામા

Tags :
Advertisement

.