Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda : BJP ના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ! મંત્રી કુંવરજી બાવળિયાને ફરિયાદ સાથે કરી આ માગ!

ભાજપના વધુ એક ધારાસભ્યે (BJP MLA) અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે (Kalpesh Parmar) આ પત્ર લખ્યો છે જે બાદ ચર્ચાઓનો માહોલ જામ્યો છે. ખેડામાં (Kheda) સિંચાઇનું પાણી ના મળતા ધારાસભ્યે...
kheda   bjp ના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ  મંત્રી કુંવરજી બાવળિયાને ફરિયાદ સાથે કરી આ માગ

ભાજપના વધુ એક ધારાસભ્યે (BJP MLA) અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે (Kalpesh Parmar) આ પત્ર લખ્યો છે જે બાદ ચર્ચાઓનો માહોલ જામ્યો છે. ખેડામાં (Kheda) સિંચાઇનું પાણી ના મળતા ધારાસભ્યે મંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. કેનાલોમાં પાણી છોડવાની પત્રમાં રજૂઆત કરાઈ છે.

Advertisement

અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળિયાને (Kunwarji Bavaliya) પત્ર લખ્યો છે. પત્રમાં કલ્પેશ પરમારે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઊભા કરીને ખેડામાં (Kheda) સિંચાઇનું પાણી ના મળતા હોવાની ફરિયાદ કરી છે. ધારાસભ્યે પત્રમાં લખ્યું કે, અધિકારીઓના આયોજનના અભાવે માતર, વસો અને ખેડા તાલુકામાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા નથી. ધારાસભ્યે પત્રમાં રજૂઆત કરી કે, મારો મતવિસ્તાર માતર વિધાનસભા અને મારી સોજીત્રા (Sojitra) વિધાનસભા તે મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે. મારા કાર્યાલય પર ખેડૂતો પાણીની માંગણીઓ કરવા માટે સતત આવી રહ્યા છે.

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર

Advertisement

સિંચાઈ માટે પાણી છોડવા કરી માગ

ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને (Kunwarji Bavaliya) રજૂઆત કરી કે, હાલમાં ડાંગરના ધરુંને પાણી ખૂબ જરૂર હોય છે અને તે સિંચાઇનાં પાણીથી તૈયાર થાય છે. મેં પહેલા અધિકારીઓને જાણ કરી અને આયોજન કરવા સૂચન કર્યું પણ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી, જેથી મારે આપશ્રીને પત્ર લખવો પડ્યો છે અને વેહલી તકે પાણી છોડવામાં આવે તેવી અમારી માગણી છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar: ભાજપના દિગ્ગજ નેતા સહિત ત્રણ લોકો લિફ્ટમાં ફસાયા, 20 મિનિટ સુધી પાડતા રહ્યા બૂમો

આ પણ વાંચો - VADODARA : BJP MLA અધિકારીઓ પર બગડ્યા, કહ્યું “તેઓ અંધાધૂંધી ફેલાવવા માંગે છે”

આ પણ વાંચો - Mehsana : કોન્ટ્રાકટર-લેબરો વચ્ચે મોડી રાતે તલવાર-લાકડી વડે હિંસક ધીંગાણું, 5 ને ગંભીર ઇજા

Tags :
Advertisement

.