Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે!

જુનાગઢમાં (Junagadh) ની નરસિંહ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જૂનાગઢ પોલીસે મૌલવી સલમાન અઝહરીને રિમાન્ડ...
junagadh   ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે

જુનાગઢમાં (Junagadh) ની નરસિંહ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જૂનાગઢ પોલીસે મૌલવી સલમાન અઝહરીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના બુધવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી, આજે રિમાન્ડ પૂર્ણ થયા સાંજે 4 વાગ્યા સુધીમાં ફરી કોર્ટમાં રજૂ કરાશે.

Advertisement

જુનાગઢમાં (Junagadh) મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આજે ફરી કોર્ટમાં (Junagadh Court) રજૂ કરવામાં આવશે. ગઈકાલે કોર્ટે મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે 20 કલાકના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરાઈ શકે છે. માહિતી મુજબ, મૌલાનાની પૂછપરછમાં તેના અલ-અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટમાં થતી લાખો રૂપિયાના ફંડિંગ અંગે પણ સઘન પૂછપરછ કરવામાં આવશે.

'સંપ્રદાયિક લાગણી દુભાય તેવો ઇરાદો નહોતો'

જણાવી દઈએ કે, ગઈકાલે કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે ટ્રાન્ઝિટ રિમાન્ડ (Transit Remand) ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે હોય છે અને સોમવારના રોજ સાંજે જૂનાગઢ પોલીસને કબજો મળી ગયો હતો. તેમ છતાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવ્યા ન હતા. વકીલે કહ્યું કે, કબજો હોવા છતાં એક દિવસ પોતાની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. કોર્ટમાં પ્રોડ્યુસ કરતા પૂર્વે 63 કલાક સુધી મૌલાનાની કસ્ટડી પોલીસ પાસે હતી તથા સોમવારના રોજ કબજો મેળવ્યા બાદ પણ 16 કલાકથી વધુનો સમય પૂછપરછ માટે મળ્યો હતો. મૌલાના સહિતનાઓની હાજરી તપાસ માટે જરૂરી નથી.

Advertisement

વકીલે આગળ દલીલ કરી કે, પોલીસ દ્વારા યુટ્યૂબ એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું, જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યા છે. જે યુદ્ધમાં 22 હજારથી પણ વધુ મુસ્લિમોના કતલ-એ-આમ કરવામાં આવ્યા છે. મૌલાના સલમાન અઝહરીનો ઈરાદો કોઈપણ સમાજ માટે શબ્દ પ્રયોગ કરવાનો નહોતો અને કોઈની સંપ્રદાયિક લાગણી દુભાય તે માટેનો નહોતો. તેમણે કહ્યું કે, આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓની જામીન અરજી પણ મૂકવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Kutch : સામખીયાળીમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાના સામે ગુનો નોંધાયો

Tags :
Advertisement

.