Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : મનપા સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ, અધિકારીનો મહિલા વિરુદ્ધ બ્લેકમેલિંગનો આરોપ

જુનાગઢમાંથી (Junagadh) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મનપા અધિકારી સમક્ષ મહિલાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ મનપા અધિકારીએ પણ મહિલા વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં ફસાવવી બ્લેકમેલ કરી લાખો રૂપિયાની માગણી કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ...
04:26 PM Jun 10, 2024 IST | Vipul Sen

જુનાગઢમાંથી (Junagadh) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મનપા અધિકારી સમક્ષ મહિલાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ મનપા અધિકારીએ પણ મહિલા વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં ફસાવવી બ્લેકમેલ કરી લાખો રૂપિયાની માગણી કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Junagadh B Division Police Station) ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મનપા સેક્રેટરીનો મહિલા વિરુદ્ધ ગંભીર આરોપ

પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુર તાલુકાના જેતલસર ગામની મહિલા વિરુદ્ધ જુનાગઢ મનપાના સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ, મનપાના અધિકારીએ (Junagadh Municipal Secretary) પોતાના ચામડીના રોગની દવા માટે મહિલાને વીડિયો કોલ કર્યો હતો. જો કે, મહિલાએ વીડિયો કોલનો દૂરપયોગ કરી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મંગાવી હતી. સાથે જ દુષ્કર્મ સહિતના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. 14 લાખથી શરૂ કરી રૂ. 30 લાખની માગ કરી હતી. જો કે, અંતે રૂ. 20 લાખમાં સમાધાન કરવાનું નક્કી થયું હતું. મનપા અધિકારીએ પોલીસ સમક્ષ નાણા માંગવાના અનેક પુરવાઓ રજૂ કરી ફરિયાદ કરી હતી.

મહિલાનો મનપા અધિકારી સામે દુષ્કર્મનો આરોપ

બીજી તરફ મહિલાએ પણ મનપા સેક્રેટરી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે મુજબ મનપાના સેક્રેટરીની ઓફિસમાં મહિલા સાથે દુષ્કર્મ થયા હોવાનો આરોપ છે. આ મામલે મહિલાએ 8 મેના રોજ જૂનાગઢ એસ.પી અને DIG તેમ જ મુખ્યમંત્રીને લેખિત અરજી પણ કરી હતી. મહિલાએ પણ જુનાગઢ (Junagadh) બી ડિવિઝન પોલીસમાં મનપા અધિકારી વિરુદ્ધ દુષ્કર્મના આક્ષેપ સાથેની અરજી કરી હતી. જો કે, આ મામલે અધિકારી પાસે નાણાં માંગવામાં આવતા હોવાનાં અનેક પુરાવાઓના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ આદરી છે.

 

આ પણ વાંચો - Spa : સ્પાની મહિલા કર્મચારી સાથે વાંધો પડતા કુખ્યાત પોલીસવાળાએ ફટકારી

આ પણ વાંચો - Surat : ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ, પછી આખી રાત હોસ્ટેલમાં…

આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : જમીન માલિકને નોટિસ, 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ, કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન

Tags :
blackmailingChief MinisterDIGGujarat FirstGujarati NewsJunagadhJunagadh B Division Police StationJunagadh Municipal Secretarymunicipal officer
Next Article