Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections 2024) માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત બાદ...
jitu vaghani   ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ  હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ  જુઓ video

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections 2024) માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત બાદ હવે વધુ એક જાણીતા નેતાએ જાહેરમાં અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાજપ નેતા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કેશોદમાં જાહેર મંચ પરથી બફાટ માર્યાનો વીડિયો સામે આવ્યો છે, જેના પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, કેશોદ (Keshod) ખાતે ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયાના (Mansukh Mandaviya) પ્રચાર માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ (BJP) નેતા અને ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, પોતાના ભાષણમાં જીતુ વાઘાણીની જીભ લપસી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, ભારતના કેટલાક વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે. ભારત આગળ ના આવે તે માટે તેઓ ષડયંત્ર કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, ભારત વિરોધી આવા દેશો 'બબુચક સરકાર' લાવવા માગે છે. જીતુ વાઘાણીના (Jitu Vaghani) આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેના પણ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement

અગાઉ ભૂપત ભાયાણી, ગેનીબેન અને પ્રતાપ દુધાતે કર્યો હતો વાણીવિલાસ

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓ એક-બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા હોય છે. રાજ્યમાં પણ જાહેરમંચ પરથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જીતુ વાઘાણી પહેલા ભાજપ નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani), કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અને પ્રતાપ દુધાતે પણ જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. પરંતુ, સવાલ એ થાય છે કે શું અશોભનીય શબ્દો બોલવાથી આવા નેતાઓએ જનતા મત આપશે? શું જાહેર મંચ પરથી આ પ્રકારની હરકતોને જનતા સ્વીકારશે ?

Advertisement

આ પણ વાંચો - Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ

આ પણ વાંચો - ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર! જાણો જાહેર સભામાં કોને આપી ધમકી

આ પણ વાંચો - વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!

Tags :
Advertisement

.