ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

JEE Mains exam : આજથી દેશભરમાં Jee મેન્સ પરીક્ષાનો પ્રારંભ, પ્રાથમિક શાળાઓમાં પણ વાર્ષિક પરીક્ષા શરૂ

આજથી ગુજરાત સહિત દેશભરમાં Jee મેન્સ પરીક્ષાની (JEE Mains Exam) શરુઆત થઈ છે. Jee મેન્સની આ પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે. માહિતી મુજબ, ગુજરાત સહિત દેશભરમાંથી 12 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. બીજી તરફ આજથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ...
12:04 PM Apr 04, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

આજથી ગુજરાત સહિત દેશભરમાં Jee મેન્સ પરીક્ષાની (JEE Mains Exam) શરુઆત થઈ છે. Jee મેન્સની આ પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે. માહિતી મુજબ, ગુજરાત સહિત દેશભરમાંથી 12 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. બીજી તરફ આજથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 3 થી 8 ના 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપશે. બીજી તરફ ધોરણ 10 અને 12 ની પરીક્ષાના (Board exam) CCTV ફૂટેજની પણ ચેકિંગ કરાઈ રહી છે.

આજથી 12 એપ્રિલ સુધી ગુજરાત સહિત દેશભરમાં Jee મેન્સ પરીક્ષાનું (JEE Mains Exam) આયોજન પ્રારંભ થશે. માહિતી મુજબ, Jee મેન્સની આ પરીક્ષા અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે. વર્ષમાં બે વાર યોજાતી આ પરીક્ષાનો પહેલો તબક્કો 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો. ઉપરાંત, આજથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ વાર્ષિક પરીક્ષા (annual examination) શરૂ થશે. માહિતી મુજબ, 32 હજાર જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 24 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષા યોજાશે. ધો.3 થી 8 ના અંદાજે 50 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપશે. E-ગ્રેડવાળા વિદ્યાર્થીઓને 2 માસ ભણાવી ફરી પરીક્ષા લેવાશે.

સૌજન્ય : Google

અમદાવાદમાં કોપી કરતા 42 વિદ્યાર્થીઓ ઝડપાયા

બોર્ડ પરીક્ષાની (Board exam) વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષાના CCTV ફૂટેજ ચેકિંગ કરાઈ રહ્યા છે. દરમિયાન, અમદાવાદમાં (Ahmedabad) કોપી કરતા કુલ 42 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં 21 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 21 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ 42 વિદ્યાર્થીઓએ DEO સમક્ષ કાપલી કરતા હોવાની કબૂલાત પણ કરી છે. હવે, ટૂંક સમયમાં બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

 

આ પણ વાંચો - VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષા પહેલા મચી દોડધામ

આ પણ વાંચો - Mahisagar : દારૂનાં ગીતો પર નાના ભૂલકાંઓને ડાન્સ કરાવતો Video વાઇરલ થતા જાણીતી શાળા ભારે વિવાદમાં!

આ પણ વાંચો - VADODARA : સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવવા મજબૂર

Tags :
Ahmedabad Cityannual examinationBoard ExamCctv FootageExaminationgovernment primary schoolsgranted schoolsGSEBGujaratGujarat FirstGujarati NewsJEE Mains exam
Next Article