Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DySOની 87 જગ્યા માટે આજે 10 હજાર કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ

રાજ્યભરમાં 10 હજારથી વધુ કેન્દ્રો પર રવિવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ( gpsc) દ્વારા ડેપ્યુટી સેક્શન ઑફિસરની 87 જગ્યા માટેની પ્રાથમિક કસોટી લેવામાં આવી. વર્ષ 2022-23માં જાહેર કરાયેલી ભરતી માટે 2 લાખથી વધુ ઉમેદવારો રજિસ્ટર્ડ થયા હતા. રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ. આ પ્રાથમિક કસોટીનું પરિણામ ડિસેમ્બરમાં જાહેર થશે તેમ જીપીએસસીના સમયપત્રકમાં જાહેર કર્યું હતું. મહત્વનુ
dysoની 87 જગ્યા માટે આજે 10 હજાર કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ
રાજ્યભરમાં 10 હજારથી વધુ કેન્દ્રો પર રવિવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ( gpsc) દ્વારા ડેપ્યુટી સેક્શન ઑફિસરની 87 જગ્યા માટેની પ્રાથમિક કસોટી લેવામાં આવી. વર્ષ 2022-23માં જાહેર કરાયેલી ભરતી માટે 2 લાખથી વધુ ઉમેદવારો રજિસ્ટર્ડ થયા હતા. રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ. 
આ પ્રાથમિક કસોટીનું પરિણામ ડિસેમ્બરમાં જાહેર થશે તેમ જીપીએસસીના સમયપત્રકમાં જાહેર કર્યું હતું. મહત્વનું છે કે ગત જુલાઈમાં જીપીએસસી દ્વારા સચિવાલય, જીપીએસસી ઓફિસ અને વિધાનસભાના વિવિધ વિભાગોમાં DySOની 87 જગ્યાની ભરતી જાહેર કરાઈ હતી. ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે  કે આ વર્ષની ભરતી છેલ્લા ત્રણ વર્ષ કરતા સૌથી ઓછી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ પહેલા 265 પોસ્ટ અને તેની આગળના વર્ષે 158 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.