Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar : PM મોદીના પ્રવાસ પૂર્વે ATS ની મોટી કાર્યવાહી, વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પ્રચારને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન પીએમ 6 સ્થળે સભા કરી કુલ 14 લોકસભા બેઠકને આવરી લેવાના છે. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી જામનગરમાં...
jamnagar   pm મોદીના પ્રવાસ પૂર્વે ats ની મોટી કાર્યવાહી  વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પ્રચારને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન પીએમ 6 સ્થળે સભા કરી કુલ 14 લોકસભા બેઠકને આવરી લેવાના છે. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી જામનગરમાં (Jamnagar) પણ વિજય વિશ્વાસ સભા (Vijay Vishwas Sabha) યોજવાના છે. ત્યારે પીએમ મોદીના પ્રવાસ પહેલા ATS ની ટીમે વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Advertisement

અગાઉ પાક જાસૂસ તરીકે એક શખ્સની અટકાયત

પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે જામનગર (Jamnagar) ખાતે વિજય વિશ્વાસ સભા સંબોધિત કરવાના છે. ત્યારે PM મોદીના આગમન પહેલા ATS ની ટીમે બેડી અને જોડિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા પાક જાસૂસ તરીકેની ભૂમિકા સામે આવતા એટીએસની ટીમે એક શખ્સની અટકાયત કરી હતી. જાસૂસીકાંડ બાદ હવે વધુ એક વખત જામનગરમાં એટીએસની હાજરી જોવા મળતા ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. જો કે, ATS ની ટીમ PM મોદીના કાર્યક્રમ માટેના બંદોબસ્તમાં જોડાઈ હોવાનો પોલીસ સૂત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

ATS દ્વારા ઊંડી તપાસ શરૂ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પીએમ મોદીના કાર્યક્રમને લઈ ATS, ચેતક કમાન્ડો IB સહિતની એજન્સીઓ એલર્ટ પર છે. દરેક સભાસ્થળની જવાબદારી એકથી વધુ IPS અધિકારીઓને સોંપાઈ છે. અનેક ગુનેગારો અને માથાભારે શખ્સો પર પોલીસની બાજ નજર છે. સાથે જ સુરક્ષાના ભાગરૂપે અનેક લોકોને નજર કેદ પણ કરાયા હોવાની માહિતી છે. ઉલ્લેખનીય છે, દેશભરમાં વિવિધ તબક્કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યભરમાં ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ટી નેશનલ તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગરમાં ગુજરાત ATSના ધામાથી માહોલ ગરમાયો છે. ત્યારે આ ટીમમાં મોટા અધિકારીઓ પણ જોડાયા હોવાની માહિતી છે. ATS દ્વારા ઊંડી તપાસ કરાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

Advertisement

આ પણ વાંચો - Drugs cash : ડ્રગ્સ મામલે ગુજરાત DGP વિકાસ સહાયએ કર્યો આ મોટો ખુલાસો

આ પણ વાંચો - Gujarat Foundation Day : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.