Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IT Raid : સુરતના એશ્વર્યા ગ્રૂપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ, 400 કરોડના દસ્તાવેજો મળ્યા!

સુરતમાં (Surat) આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ સ્થળે દરોડાની (IT Raid) કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રૂપના વિવિધ સ્થળે 5 દિવસ સુધી ચાલેલી આ તપાસ હવે પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન 400 કરોડના...
10:38 AM May 14, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

સુરતમાં (Surat) આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ સ્થળે દરોડાની (IT Raid) કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રૂપના વિવિધ સ્થળે 5 દિવસ સુધી ચાલેલી આ તપાસ હવે પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન 400 કરોડના દસ્તાવેજો મળી આવ્યા હોવાની માહિતી છે. ઉપરાંત, 20 બેંક લોકર, 4 કરોડથી વધુની રોકડ અને કરોડાના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ બોલાવાશે.

રૂ. 400 કરોડના દસ્તાવેજો મળી આવ્યા

સુરતમાં (Surat) ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ઐશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ 5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. 100 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ 5 જગ્યાએ આ દરોડા (IT Raid) પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. સતત 5 દિવસ સુધી કાર્યવાહી કર્યા બાદ હવે તપાસ પૂર્ણ થઈ છે. દરમિયાન, તમામ સ્થળો પરથી રૂ. 400 કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે. ઉપરાંત, 20 બેંક લોકર, 4 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે, જેની તપાસ હાથ ધરાશે. માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમો દ્વારા ગ્રૂપના એસ એન ટ્રેડ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત કોલ, વરેલીની એશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જમીન ખરીદી-વેચાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતના દસ્તાવેજો મળ્યા

અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગની ટીમોને કાર્યવાહી કરી જમીન ખરીદી-વેચાણ, જમીનમાં રોકાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. સાથે જ ખર્ચો વધારવા માટે બિલ પણ ખરીદવામાં આવ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ હિસાબો કોર્ડમાં રાખવામાં આવતા હતા. હિસાબોની તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.

 

આ પણ વાંચો - Surat : ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર IT ના દરોડા, કરચોરી કરનારાઓમાં ફફડાટ!

આ પણ વાંચો - IT Raid : ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ એક્શનમાં, સુરતમાં 5 સ્થળો પર દરોડા

આ પણ વાંચો - Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ

Tags :
Aishwarya groupcashCoal Business GroupDummas RoadGujarat FirstGujarati NewsINCOME TAX DEPARTMENTIT DepartmentIT raidjewelrymorbiSurattextile company
Next Article