ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

International Yoga Day : સુરતમાં CR પાટીલ, અમદાવાદ-વડોદરામાં મેયર-મંત્રી, લોકોએ કરી ઉજવણી

આજે રાજ્યભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં (Surat) ગુજરાતનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) યોગ દિવસ કાર્યક્રમમાં (World Yoga Day) ભાગ લીધો છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે ઉજવણી...
07:59 AM Jun 21, 2024 IST | Vipul Sen

આજે રાજ્યભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં (Surat) ગુજરાતનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) યોગ દિવસ કાર્યક્રમમાં (World Yoga Day) ભાગ લીધો છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma), મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા છે. જામનગર (Jamnagar) અને વડોદરામાં પણ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સુરતમાં CR પાટીલ કાર્યક્રમમાં રહ્યા હાજર

સુરતમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી નિમિત્તે શહેરનાં અલગ-અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ જોડાયા છે. શહેરનાં કોમ્યુનિટી હોલ, મલ્ટીપર્પજ હોલ, ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી રહ્યા છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) પણ યોગ કરીને ઉજવણી કરી છે.

મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈને કાર્યક્રમમાં ભાગ લીધો

અમદાવાદ, જામનગરમાં ઉજવણી

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો મ્યુનિ. કોર્પોરેશન (AMC) દ્વારા રિવરફ્રન્ટ ખાતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈન ( Mayor Pratibha Jain), AMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે. જામનગરમાં (Jamnagar) પણ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની જિલ્લા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાજ્યનાં કૃષિમંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel), શહેરીજનો, શાળા કોલેજનાં છાત્રો સહિત હજારો નાગરિકો જોડાયા છે.

સુરતમાં CR પાટીલે કરી ઉજવણી

વડોદરામાં વિધાનસભાના દંડક, મેયરે શહેરીજનો સાથે કરી ઉજવણી

વડોદરામાં અનેક જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા મનપા દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વિધાનસભાના દંડક બાલુ શુક્લ, મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.

 

આ પણ વાંચો - International Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, HM હર્ષ સંઘવી કરશે ઉજવણી, રાજ્યભરમાં આયોજન

આ પણ વાંચો - International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

આ પણ વાંચો - International Yoga Day 2024 Live: દેશભરમાં યોગ દિવસનો ઉત્સાહ

Tags :
AhmedabadAMCCR PatilDandak Balu ShuklaGujaratGujarat FirstGujarati NewsInternational Yoga DayJagadish VishwakarmaJamnagarMayor Pratibha JainRaghavji PatelSuratSurat BJP state presidentVadodaraWorld Yoga Day
Next Article