Indranil Rajguru : કોંગ્રેસ નેતાનો રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, કહ્યું - ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાય છે છતાં..!
પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ (Indranil Rajguru) રાજકોટ પોલીસ (Rajkot Police) પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાઈ છે. પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવી છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં સગીર વયની યુવતી ગુમ થવા અંગે પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ (Indranil Rajguru) રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. રાજકોટમાં ડ્રગ્સ અને માદક પદાર્થોનું પણ બેરોકટોક અને પોલીસના ડર વિના ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, પોલીસનું (Rajkot Police) ઇકોનોમિક સેલ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી ભ્રષ્ટાચાર આચરે છે. તેમણે આગળ જણાવ્યું કે, આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને (Raju Bhargava) રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
'પોલીસ દ્વારા FIR પર લેવામાં આવતી નથી'
પૂર્વ ધારાસભ્યે આગળ કહ્યું કે, રાજકોટમાં (Rajkot) સગીર વયની દીકરી ગુમ થવા અંગે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, ગત 29 તારીખના રોજ યુવતીનું અપહરણ થયું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘટનાને એક મહિનો અને 15 દિવસ થઈ ગયા છે છતાં અપહરણ કરેલ યુવતીની કોઈ ભાળ મળી નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ મામલે અમે પોલીસ કમિશનરને પણ મળવા ગયા હતા પણ કોઈ યોગ્ય ઉત્તર મળ્યો નથી. દીકરીનું અપહરણ કરીને લઈ જનાર વ્યક્તિના પરિજનોને પણ અમે મળ્યા છે. દીકરી અંગે હજુ સુધી પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ દ્વારા સામાન્ય માણસોની ફરિયાદો લેવામાં આવતી નથી. જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, FIR લેવામાં આવે. પીડિત પરિવાર દીકરીને શોધવા માટે પોલીસને વારંવાર ગુહાર લગાવી રહી છે.
આ પણ વાંચો - Kutch : ભુજમાં ‘નર્મદા લાવો કચ્છ બચાવો’ ના સૂત્રોચ્ચાર સાથે કિસાન સંઘનો વિરોધ