Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VNSGU : ઉત્તરવહીમાં ચલણી નોટ, કાપલી, અભદ્ર લખાણ હશે તો ભરવો પડશે આટલો મસમોટો દંડ

રાજ્યમાં હાલ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. હવે પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેણે મસમોટી પેનલ્ટી ભોગવવી...
vnsgu   ઉત્તરવહીમાં ચલણી નોટ  કાપલી  અભદ્ર લખાણ હશે તો ભરવો પડશે આટલો મસમોટો દંડ

રાજ્યમાં હાલ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. હવે પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેણે મસમોટી પેનલ્ટી ભોગવવી પડશે.આ સાથે 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ પણ નહીં મળે. ઉત્તરવહીમાં (answersheet) ચલણી નોટ મૂકશે તો રૂ.2500 ની પેનલ્ટી અને કાપલી સહિતના લખાણ મળશે તો રૂ.500 પેનલ્ટી પેઠે વસૂલવામાં આવશે.

Advertisement

સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના સર્જાય તે માટે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે, ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો વિદ્યાર્થીને રૂ. 2500 ની પેનલ્ટી લાગશે. આ સાથે 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ નહીં મળે.યુનિવર્સિટીએ જણાવ્યું કે, કાપલી સહિતના લખાણ મળશે તો રૂ.500 પેનલ્ટી લગાવવામાં આવશે. ઉપરાંત, ઉત્તરવહીમાં અભદ્ર લખાણ મળશે તો રૂ.1000 પેનલ્ટી ફટકારવામાં આવશે.

Advertisement

વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે

ઉપરાંત, VNSGU એ જણાવ્યું કે, પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ (fitness certificate) પણ આપવું પડશે.સર્ટિફિકેટ આપશે તો જ વિદ્યાર્થી આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે અને પરીક્ષા આપી શકશે.પરીક્ષા કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમના કેમેરા ચાલુ રાખવા ફરજિયાત છે. કેમેરા ચાલુ નહીં હોય તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Copy Case : સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ઝડપાઈ ગેરરીતિ, આટલા લોકોને કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો - BHARUCH : પરીક્ષાના પ્રથમ દિવસે જીલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબ આપી આવકારવામાં આવ્યા

આ પણ વાંચો - દાંતીવાડા સરદાર કૃષિનગરમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.