Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harsh Sanghvi : શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના, ત્રિશુળ યોજના અને સુગમ યોજનાને લઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત, જાણો વિગત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આજે વિધાનસભામાં વિવિધ યોજનાઓ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના (Gram Suraksha Kavach Yojana), ત્રિશુળ યોજના અને સુગમ યોજના હેઠળ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી...
08:30 PM Feb 21, 2024 IST | Vipul Sen

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આજે વિધાનસભામાં વિવિધ યોજનાઓ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના (Gram Suraksha Kavach Yojana), ત્રિશુળ યોજના અને સુગમ યોજના હેઠળ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, શોધ યોજના હેઠળ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરાશે અને આઈટી એક્સપર્ટની જગ્યા પણ ઊભી કરાશે.

વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) રાજ્યમાં કાયદા વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, શોધ યોજનાના (Sodh Yojana) માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનોને ત્રણ તબક્કામાં પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરાશે. સાથે જ પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્સપર્ટની જગ્યા પણ ઊભી કરાશે. ગૃહરાજ્યમંત્રીએ આગળ કહ્યું કે, ગ્રામ સુરક્ષા કવચ યોજના (Gram Suraksha Kavach Yojana) અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ/એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરાશે. તેમ જ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક બાઈકની ફાળવણી કરવામાં આવશે.

મંત્રી હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, ત્રિશુળ યોજના (Trishul Yojana) અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાઈબર ક્રાઇમને (Cyber Crime) પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાઈબર યુનિટ બનાવવામાં આવશે. સાથે જ સુગમ યોજના (Sugam Yojana) હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબિલિટી અને સલામતી માળખાને મજબૂત બનાવવા 1,000 ટ્રાફિક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનિકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો - Harsh Sanghvi : ગૃહરાજ્યમંત્રીએ મહિલા સલામતી, ડ્રગ્સ અને તોફાનો સામે ઝીરો ટોલરન્સની નીતિને લઈ કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ASICyber UnitGram Suraksha Kavach YojanaGujarat FirstGujarat-AssemblyGujarati NewsHarsh SanghviHead Constablepolice stationSodh YojanaSugam YojanaTrishul Yojana
Next Article