Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harani Lake : 'હરણી લેક' દુર્ઘટનામાં આરોપી નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) દુર્ઘટના કેસમાં મુખ્ય સૂત્રાધાર નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટ અને બિનીત કોટીયાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. માહિતી મુજબ, નામદાર કોર્ટે આરોપી બિનીત કોટીયાને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે આરોપી નિલેશ જૈન, અલ્પેશ...
11:34 AM Feb 06, 2024 IST | Vipul Sen

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) દુર્ઘટના કેસમાં મુખ્ય સૂત્રાધાર નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટ અને બિનીત કોટીયાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. માહિતી મુજબ, નામદાર કોર્ટે આરોપી બિનીત કોટીયાને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે આરોપી નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટના વધુ 12 દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ કરાતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

વડોદરાની ગોઝારી 'હરણી હત્યાકાંડ' ની (Harani Lake) ધટનામાં આજે મુખ્ય આરોપી નિલેશ જૈન (Nilesh Jain), અલ્પેશ ભટ્ટ અને બિનીત કોટીયાને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટના વધુ 12 દિવસના રિમાન્ડની કોર્ટમાં માગ કરી હતી. ત્યારે નામદાર કોર્ટે બંને આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આરોપી બિનીત કોટીયાને (Bineet Kotia) જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કર્યો હતો. સરકારી વકીલ અનિલ દેસાઈએ (Anil Desai) જણાવ્યું હતું કે, હરણી લેક ઝોન દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટેના જે આરોપીઓ છે તેમને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ભાગીદારો ખુદ બોટિંગના નિયમો શું છે તે જાણતા નહોતા!

વકીલ અનિલભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે આરોપી અલ્પેશ ભટ્ટ ( Alpesh Bhatt) અને નિલેશ જૈનના વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. તારીખ 8 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધીના કોર્ટે આ રિમાન્ડ આપ્યા છે. જણાવી દઈએ કે, હરણી લેક દુર્ઘટનામાં 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના ડૂબવાથી મૃત્યું થયા હતા. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ હેઠળ લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં સામે આવ્યું છે કે લેક ઝોનના (Harani Lake) ભાગીદારો ખુદ બોટિંગના નિયમો શું છે તે જાણતા નહોતા. ભાગીદારોએ પૈસા બચાવવા માટે લાયકાત વગરનો અને બિનઅનુભવી સ્ટાફ રાખ્યો હતો. ઉપરાંત, એવું પણ સામે આવ્યું છે કે સંચાલકોએ જરૂરી લાઇસન્સ,વીમો કે રજિસ્ટ્રેશન સુદ્ધાં પણ કરાવ્યું નહોતું. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં ખુલાસો, ભાગીદારોને બોટિંગના નિયમોની જ જાણ નહોતી!

 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Alpesh BhattBineet KotiaCM Bhupendra PatelGujarat FirstGujarati NewsHarani LakeHarani lake zoneHome Minister Harsh SanghviNamdar CourtNilesh JainPublic prosecutor Anil DesaiVadodara
Next Article