Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરણી લેક ઝોન દુર્ઘટનાનો કેસ: પોલીસ દ્વારા વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરાયો

Harani Lake tragedy case: વડોદરા હરણી લેક દુર્ઘટના (Harani Lake tragedy) માં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આ હરણી કાંડમાં 12 વિદ્યરતજીઓ અને 2 શિક્ષકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. ઘણી દુર્ઘટનાઓ એવી હોય છે જે માનવમન પર તેની ઘેરી...
હરણી લેક ઝોન દુર્ઘટનાનો કેસ  પોલીસ દ્વારા વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરાયો

Harani Lake tragedy case: વડોદરા હરણી લેક દુર્ઘટના (Harani Lake tragedy) માં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આ હરણી કાંડમાં 12 વિદ્યરતજીઓ અને 2 શિક્ષકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. ઘણી દુર્ઘટનાઓ એવી હોય છે જે માનવમન પર તેની ઘેરી છાપ છોડી જતાં હોય છે. આ હરણી કાંડ તેમાંનો જ એક છે. આ દુર્ઘટનામાં પિકનિકમાં ગયેલા નાના નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

Advertisement

હરણી લેક ઝોન દુર્ઘટનામાં 20 આરોપીઓ પોલીસના સકંજામાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હરણી લેક ઝોન દુર્ઘટના (Harani Lake tragedy) માં 20 આરોપીઓ પોલીસના સકંજામાં હતા. ત્યારે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં આ દુર્ઘટનાના એક આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વત્સલ શાહ જે આ મોટી હોનારતના સમયે ઘટના સ્થળ પર હાજર હતા અને આ ઘટના બનતાની સંગાથે તે ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

પોલીસ દ્વારા વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ નામદાર કોર્ટે આ આરોપી વત્સલ શાહને જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે. વત્સલ શાહ આ મોટી હોનારતનો ખ્યાલ આવતા જ પેટ્રોલપંપ પરથી 30 હજાર રૂપિયા લઈને ભાગી ગયો હતો. તેણે વડોદરાથી મોડાસા સુધી તેનો પરિચિત વ્યક્તિ છોડી ગયો હતો.

Advertisement

મૃતકોના પરિવારને કોર્પોરેશન દ્વારા વળતર ચૂકવવામાં આવશે

વડોદરા હરણી લેક દુર્ઘટના (Harani Lake tragedy) માં મૃતકોના પરિવારને કોર્પોરેશન દ્વારા વળતર ચૂકવવામાં આવશે. આ દુર્ઘટના બાદ રાજ્યના 40 જેટલા જળાશયોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 21 જેટલા જળાશયોમાં બોટિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે સરકારની ગાઈડલાઇન અને નિયમોનું પાલન કરવામાં આવતી જગ્યા પર ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Harani Lake Tragedy: સમગ્ર હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મોટો ખુલાસો

Advertisement

Tags :
Advertisement

.